VIDEO: સિંગાપુર પહોંચેલા PM મોદીનો અનોખો અંદાજ, મહારાષ્ટ્રીયન ધુન પર ઢોલ વગાડ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઇ અને સિંગાપુરની વિદેશ યાત્રા પર છે. બ્રુનેઇ પછી PM મોદી સિંગાપુર પહોં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઇ અને સિંગાપુરની વિદેશ યાત્રા પર છે. બ્રુનેઇ પછી PM મોદી સિંગાપુર પહોંચ્યા હતા જ્યા અપ્રવાસી ભારતીયોએ જોરદાર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી મહારાષ્ટ્રીયન ધુન પર ઢોલ વગાડતા જોવા મળ્યા હતા.
ભારતના વડાપ્રધાન બ્રુનેઇનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ સિંગાપુર પહોંચ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી સિંગાપુરના વડાપ્રધાન લોરેન્સ વોંગ અને રાષ્ટ્રપતિ થર્મન શાનમુગરત્નમને મળશે અને સિંગાપુરના નેતૃત્ત્વ સાથે વાતચીત કરીશું. તે સિંગાપુરના નેતાઓને પણ મળશે.
ઢોલ વગાડતા PM મોદીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
પીએમ મોદીનો ઢોલ વગાડતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પીએમ મોદીનું સિંગાપુરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. એક મહિલાએ વડાપ્રધાન મોદીને રાખડી પણ બાંધી હતી અને સેલ્ફી લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. પીએમ મોદીએ ત્યાં એક વ્યક્તિને ઓટોગ્રાફ પણ આપ્યો હતો.
પીએમ મોદી સિંગાપુરમાં નેતાઓને મળશે
વડાપ્રધાન મોદીનું ચાંગી એરપોર્ટ પર અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. પીએમ મોદી સિંગાપુરના વડાપ્રધાન લોરેન્સ વોંગ, રાષ્ટ્રપતિ થર્મન શાનમુગરત્નમ, સીનિયર મંત્રી લી સીન લૂંગ અને એમેરિટ્સ સીનિયર મંત્રી ગોહ ચોક ટોંગને મળશે.








