મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જ્યોર્જિયા મેલોનીના અભિનંદનનો PM મોદીએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું...

લોકસભા ચૂંટણીમાં BJPના નેતૃત્વવાળી NDAની જીત બાદ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ વડાપ્રધાન ન

જ્યોર્જિયા મેલોનીના અભિનંદનનો PM મોદીએ આપ્યો  જવાબ, જાણો શું કહ્યું...

લોકસભા ચૂંટણીમાં BJPના નેતૃત્વવાળી NDAની જીત બાદ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. તેના પર ઈટાલિયનમાં લખેલી પોસ્ટમાં તેમણે કહ્યું, "ઈટાલી અને ભારતને એક કરતી મિત્રતાને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે." પીએમ મોદીએ પણ મેલોનીની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.

તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની નવી ચૂંટણીની જીત પર અને તેઓ સતત કરતા રહેલ સારા કામ માટે મારી હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન. મને વિશ્વાસ છે કે અમે ઈટાલી અને ભારતને એક કરતી મિત્રતાને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરીશું. આપણા દેશો અને લોકોની સુખાકારી માટે આપણને જોડતા વિવિધ મુદ્દાઓ પર સહકારને મજબૂત કરવા માટે હું સાથે મળીને કામ કરવા ઉત્સુક છું."

પીએમએ જવાબ આપ્યો

આ પોસ્ટના જવાબમાં પીએમ મોદીએ કહ્યું, 'તમારી શુભકામનાઓ માટે આભાર પીએમ જ્યોર્જિયા મેલોની. અમે ભારત-ઈટાલી સ્ટ્રેટેજીક પાર્ટનરશિપને વધુ મજબૂત કરવા પ્રતિબદ્ધ છીએ, જે સહિયારા મૂલ્યો અને હિતોના આધારે છે. વૈશ્વિક કલ્યાણ માટે સાથે મળીને કામ કરીશું."

દુનિયાભરના દેશોના પ્રમુખોએ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ X પર લખ્યું, "2024ની ચૂંટણીમાં સતત ત્રીજી વખત સફળ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, BJP અને NDAને અભિનંદન." તેમણે કહ્યું કે, "હું બંને દેશોની સહિયારી સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા ઉત્સુક છું."

NDAને બહુમતી મળી

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં BJPની આગેવાની હેઠળના NDAએ 292 સીટો પર જીત મેળવી છે, જ્યારે વિપક્ષ I.N.D.I.A બ્લોક 234 સીટો પર આગળ હતો. ભાજપે 240 બેઠકો જીતી હતી, જે બહુમતીના 272 ચિહ્નથી ઓછી હતી, જ્યારે કોંગ્રેસ 99 બેઠકો જીતવામાં સફળ રહી હતી, જે 2019ની 52 બેઠકો કરતાં 47 બેઠકો વધુ છે. NDAના વોટ શેરમાં પણ આ વખતે ઘટાડો થયો છે.

આ સમાચાર શેર કરો