Parliament Session 2024: લોકસભામાં PM મોદીના સંબોધન દરમિયાન હંગામો, સ્પીકરે વિપક્ષને ખખડાવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. પીએમ મોદી જ્યારે સંસદ પહોંચ્યા ત્યારે એનડીએના સાંસદોએ મોદી-મોદીના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. વડાપ્રધાનના સંબોધન દરમિયાન વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો. વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે પીએમનું સંબોધન કરી રહ્યા છે. જોકે, બીજી બાજુ સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને ખખડાવ્યા હતા.
જનતાએ 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોયો છે - PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, જનતાએ અમારી 10 વર્ષની સરકારનો ટ્રેક રેકોર્ડ જોયો છે. આજે વિશ્વમાં ભારતનું ગૌરવ થઈ રહ્યું છે. વિશ્વમાં વિશ્વસનીયતા વધી છે. અમારું એકમાત્ર લક્ષ્ય નેશન ફર્સ્ટ છે. અમારી દરેક નીતિ, દરેક નિર્ણય, દરેક કાર્યમાં એક જ માપદંડ છે - ભારત પ્રથમ.છેલ્લા 10 વર્ષમાં અમારી સરકાર સબકા સાથ, સબકા વિકાસના મંત્રને અનુસરીને સૌનું કલ્યાણ કરવાનો પ્રયાસ કરી રહી છે.
હું કેટલાક લોકોનું દર્દ સમજી શકું છું - PM મોદી
મોદીએ કહ્યું, હું કેટલાક લોકોનું દર્દ સમજી શકું છું કે સતત જુઠ્ઠાણું બોલવા છતાં તેમને ભારે હારનો સામનો કરવો પડ્યો. અમારી ઝીરો ટોલરન્સ નીતિના કારણે જનતાએ આશીર્વાદ આપ્યા છે. ભારત તરફ જોવાનો તેમનો દૃષ્ટિકોણ બદલાયો છે.
અમે તુષ્ટિકરણ નહીં સંતુષ્ટિકરણના સિદ્ધાંતને આગળ વધાર્યો
દેશ છેલ્લાં ઘણાં સમયથી તુષ્ટિકરણનું રાજકારણ જોઈ રહ્યો છે. આ ગાળામાં દેશે તુષ્ટિકરણનું મોડલ પણ જોયું. અમે પહેલીવાર તુષ્ટિકરણ નહીં પણ સંતુષ્ટિકરણનો વિચાર લઈને આગળ વધ્યા. અમે સંતુષ્ટિકરણની વાત કરીએ છીએ તો તેનો અર્થ એ છે કે, છેલ્લામાં છેલ્લી વ્યક્તિ સુધી લાભ પહોંચે. સામાજિક ન્યાય જ સાચા અર્થમાં સેક્યુલરિઝમ હોય છે અને તેના પર દેશની પ્રજા પણ ત્રણવાર મહોર લગાવી ચૂકી છે. તુષ્ટિકરણે દેશને બરબાદ કરી દીધો હતો. અમે ‘જસ્ટિસ ટુ ઑલ, અપીઝમેન્ટ ટુ નન’ના સિદ્ધાંત સાથે આગળ વધ્યા.








