મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદીની અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ફોન પર થઇ વાતચીત, કહ્યું- 'Operation Sindoor હજુ પણ...'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફોન કોલ પર વાતચીત થઇ છે. વિદેશ સચ

PM મોદીની અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ફોન પર થઇ વાતચીત, કહ્યું- 'Operation Sindoor હજુ પણ...'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફોન કોલ પર વાતચીત થઇ છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યુ કે PM મોદીએ ટ્રમ્પને Operation Sindoor અને પાકિસ્તાનના મુદ્દા પર વાત કરી છે. PM મોદીએ કહ્યું કે, Operation Sindoor હજુ પણ ચાલુ જ છે. તે કેનેડામાં G-7 સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિને મળવાના હતા પરંતુ ટ્રમ્પ પહેલા જ જતા રહ્યા હતા. આ કારણે બન્નેની કોલ પર વાત થઇ હતી.

વાતચીત દરમિયાન PM મોદીએ ટ્રમ્પને ભારત આવવાનો આગ્રહ કર્યો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તે ભારત આવવા માટે ઉત્સુક છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે 35 મિનિટ સુધી વાતચીત કરી હતી. 22 એપ્રિલે પહેલગામ આતંકી હુમલા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફોન પર વડાપ્રધાન મોદીને શોક સંવેદના પ્રકટ કરી હતી અને આતંક વિરૂદ્ધ સમર્થન વ્યક્ત કર્યું હતું. તે બાદ બન્ને નેતાઓની આ પ્રથમ વાતચીત હતી.

ભારત-પાકિસ્તાન વચ્ચે ટ્રેડ ડીલને કારણે નથી થયું સીઝ ફાયર

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યુ, "વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્પષ્ટ રીતે કહ્યું કે આ આખા ઘટનાક્રમ દરમિયાન ક્યારેય પણ કોઇ પણ સ્તર પર ભારત-અમેરિકા ટ્રેડ ડિલ અથવા અમેરિકા દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા જેવા વિષયો પર વાત થઇ નથી. સૈન્ય કાર્યવાહી રોકવાની વાત સીધા ભારત અને પાકિસ્તાન વચ્ચે બન્ને સેનાઓની એક્ઝિસ્ટિંગ ચેનલના માધ્યમથી થઇ હતી અન પાકિસ્તાનના આગ્રહ પર જ થઇ હતી."

ટ્રમ્પે આતંકવાદ વિરૂદ્ધ ભારતનું કર્યું સમર્થન

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ભારતે ના તો ક્યારેય મધ્યસ્થતા સ્વીકાર કરી હતી અને ના તો કરે છે અને ના ક્યારેય પણ કરશે. આ વિષય પર ભારતમાં પૂર્ણ રીતે રાજનૈતિક એકમત છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન દ્વારા વિસ્તારમાં બતાવવામાં આવેલી વાતોને સમજી અને આતંકવાદ વિરૂદ્ધ ભારતની લડાઇ પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું હતું.

ગોળીનો જવાબ ગોળાથી આપશે ભારત- પીએમ મોદી

PM મોદીએ ટ્રમ્પને સ્પષ્ટ રીતે કહ્યું કે 22 એપ્રિલ બાદ ભારતે આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી કરીને પોતાનો દૃઢ સંકલ્પ આખી દુનિયાને જણાવી દીધો હતો. પીએમ મોદીએ કહ્યું કે 6-7 મેની રાત્રે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં માત્ર આતંકી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા હતા.ભારતે એમ પણ સ્પષ્ટ કરી દીધુ હતું કે પાકિસ્તાનની ગોળીનો જવાબ ભારત ગોળાથી આપશે.

આ સમાચાર શેર કરો