મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઓડિશામાં રાઉરકેલાથી ઉડાન ભર્યા બાદ વિમાન ક્રેશ, પાયલોટની હાલત અતિ ગંભીર

ઓડિશાના રાઉરકેલામાં એક 9 સીટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. આ ઈન્ડિયન વન એરનું 9 સીટર વિમાન હતું.

ઓડિશામાં રાઉરકેલાથી ઉડાન ભર્યા બાદ વિમાન ક્રેશ, પાયલોટની હાલત અતિ ગંભીર

ઓડિશાના રાઉરકેલામાં એક 9 સીટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. આ ઈન્ડિયન વન એરનું 9 સીટર વિમાન હતું. જે રાઉરકેલાથી ભુવનેશ્વર જતું હતું. આ વિમાનમાં કુલ 7 લોકો મુસાફર હતા જેમાં 6 મુસાફર અને 1 પાઈલટ સામેલ છે. રાઉરકેલાથી ઉડાન ભર્યાની અમુક જ મિનિટો બાદ લગભગ 10 કિ.મી. દૂર આ વિમાન તૂટી પડ્યું હતું. જોકે વિમાન ક્રેશ થવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. 

 https:/twitter.com/kunalgaurav23/status/2009913715727183930

પાયલોટની હાલત ગંભીર 

આ વિમાન દુર્ઘટનામાં પાયલોટને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેની હાલત ગંભીર જણાવાઈ રહી છે અને હાલમાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે અન્ય છ મુસાફરોને સામાન્ય ઈજાઓ થઇ હોવાની જાણકારી મળી રહી છે.

આ સમાચાર શેર કરો