એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ રદ કરવાની માંગ, સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ
ભારત-પાકિસ્તાન મેચને લઇને સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી (PIL) દાખલ કર

ભારત-પાકિસ્તાન મેચને લઇને સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે જેમાં એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે દુબઇમાં રમાનાર ભારત-પાકિસ્તાન ટી-20 ક્રિકેટ મેચને રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજી ઉર્વશી જૈનના નેતૃત્ત્વમાં ચાર લૉ વિદ્યાર્થીઓ તરફથી દાખલ કરવામાં આવી છે. અરજી કરનાર અનુસાર, પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચનું આયોજન રાષ્ટ્રીય ગરિમા અને જનભાવના સાથે રમત રમે છે.
નાગરિકોના બદિદાનથી આગળ નથી ક્રિકેટ
બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર અરજી અનુસાર, ક્રિકેટને રાષ્ટ્રીય હિત, નાગરિકોના જીવન કે સશસ્ત્ર કર્મીઓના બલિદાનથી ઉપર ના રાખવું જોઇએ.અરજદારોએ રાષ્ટ્રીય રમતગમત વહીવટ અધિનિયમ 2025ના અમલીકરણ માટે દિશાનિર્દેશો પણ માંગ્યા છે.આ અરજી સ્નેહા રાની, અભિષેક વર્મા અને મોહમ્મદ અનસ ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવાની અપીલ
અરજીમાં સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવાની અપીલ કરવામાં આવી છે. આ હાઇ-પ્રોફાઇલ મેચ જેને વર્લ્ડ ક્રિકેટનો સૌથી મોટો મુકાબલો ગણવામાં આવે છે. એશિયા કપનું કેન્દ્ર બિંદુ બનેલું છે. જોકે, જનહિત અરજીમાં રાષ્ટ્રીય સુરક્ષા અને ભાવનાત્મક ચિંતાઓને ઉઠાવવાને કારણે આ મેચ પર હવે અનિશ્ચિતતાના વાદળ મંડરાઇ રહ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા મેચ પહેલા આ કેસની સુનાવણી થવાની આશા છે.
ભારતે યુએઇને 9 વિકેટે હરાવ્યું
ભારતે એશિયા કપ 2025ની પ્રથમ મેચમાં યુએઇને 9 વિકેટે હરાવ્યું હતું. કુલદીપ યાદવે 7 રન આપીને 4 વિકેટ સાથે જાદુઇ સ્પેલ નાખ્યો હતો જ્યારે ઓલરાઉન્ડર શિવમ દુબેએ 4 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. યુએઇ 13.1 ઓવરમાં માત્ર 57 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. અભિષેક શર્માએ 16 બોલમાં 30 રન બનાવ્યા હતા જ્યારે શુભમન ગિલે 9 બોલમાં 20 રન બનાવ્યા હતા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ 7 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે માત્ર 4.3 ઓવરમાં જીત મેળવી હતી.








