મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PHOTOS: રોડ પર ઠોકયાં ખીલા, બનાવી કોંક્રીટની દીવાલો, આ રીતે ખેડૂતોનો રસ્તો રોકશે

પંજાબના ખેડૂત સંગઠનો પોતાની માંગણીઓને લઈને ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર બેઠા છે. હ

PHOTOS: રોડ પર ઠોકયાં ખીલા, બનાવી કોંક્રીટની દીવાલો, આ રીતે ખેડૂતોનો રસ્તો રોકશે

પંજાબના ખેડૂત સંગઠનો પોતાની માંગણીઓને લઈને ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર બેઠા છે. હરિયાણા તેમને આગળ વધવા દેતું નથી. 6 ડિસેમ્બરે પણ ખેડૂતોએ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ટીયર ગેસના શેલ છોડતા ખેડૂતોને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. આજે ફરી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધશે.

ખેડૂતોએ ફરી દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કર્યા બાદ હરિયાણા દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.  વોટર કેનન અને ડ્રોન દ્વારા ટીયર ગેસના શેલ છોડવાની વ્યવસ્થા ઉપરાંત ઘગ્ગર નદીના પુલ પર મોટી સંખ્યામાં પોલીસ દળો પણ તૈનાત છે.અનેક જગ્યાએ રોડ પર ખીલા ઠોકી દેવામાં આવ્યા છે.  ખેડૂતોએ ખનૌરી બોર્ડરથી તેમની કૂચની જાહેરાત કરી નથી, તેમ છતાં અહીં પણ પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરના જણાવ્યા અનુસાર, 8 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે 101 ખેડૂતોનું 'જૂથ' દિલ્હી તરફ કૂચ શરૂ રકી છે. ખેડૂતોને રોકવા માટે મજબૂત વ્યવસ્થા કરવામાં આવી છે. 

ખેડૂતોએ દિલ્હી તરફ કૂચની જાહેરાત કરી છે, ત્યારબાદ ફરી એકવાર દિલ્હીની સરહદો પર સતર્કતા વધારવાની સાથે ખેડૂતોને રોકવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોંક્રિટ દિવાલ બનાવવામાં આવી છે

ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે જણાવ્યું હતું કે શંભુ બોર્ડર પર શુક્રવારે હરિયાણા પોલીસ સાથેની અથડામણમાં 16 ખેડૂતો ઘાયલ થયા હતા અને જો આપણે નાના ઘાયલોને પણ સામેલ કરીએ તો આ સંખ્યા 25ની આસપાસ હોઈ શકે છે.

હરિયાણાના અંબાલા અને દિલ્હી-હરિયાણાની શંભુ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.  ખેડૂતોને રોકવા માટે નેઇલ પેટર્નના અવરોધો અને બ્રેકર લગાવવામાં આવ્યા છે.  આ પહેલા પણ જ્યારે ખેડૂતોએ વર્ષની શરૂઆતમાં દિલ્હી સુધી કૂચ કરી હતી ત્યારે તેમને રોકવા માટે આવી જ તૈયારીઓ કરવામાં આવી હતી

શુક્રવારે વિરોધ કરી રહેલા ખેડૂતોએ દિલ્હી તરફ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ હરિયાણા-પંજાબ બોર્ડર પર તેમને રોકવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.

હરિયાણા ડીજીપીએ પંજાબ ડીજીપીને પત્ર લખીને વિનંતી કરી છે કે સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા મીડિયા કર્મચારીઓને વિરોધ સ્થળથી ઓછામાં ઓછા 1 કિમીના અંતરે રાખવામાં આવે.

સાવચેતીના પગલા તરીકે, હરિયાણા સરકારે અંબાલા જિલ્લાના 11 ગામોમાં 9 ડિસેમ્બર સુધી મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓ સ્થગિત કરી દીધી છે. 

ખેડૂતોએ અગાઉ 13 ફેબ્રુઆરી અને 21 ફેબ્રુઆરીએ પણ દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હરિયાણા-પંજાબ બોર્ડર પર તેમને અટકાવવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો