'જય બાપુ, જય ભીમ' અભિયાન હેઠળ સંગઠનાત્મક સુધારા, 2025માં ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન
કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું, “202

કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું, “2025 વર્ષ સંગઠનમાં વ્યાપક પરિવર્તનનું વર્ષ હશે. અમે વ્યાપક સંગઠનાત્મક સુધારા હાથ ધરીશું. આ કામ તરત જ શરૂ થઈ જશે.'' તેમણે કહ્યું કે 'જય બાપુ, જય ભીમ અને જય બંધારણ' અભિયાન ડિસેમ્બર મહિનાથી જ શરૂ થશે જે આગામી એક વર્ષ સુધી ચાલુ રહેશે.
કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની ગુરુવારે મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાર્ટીમાં વ્યાપક સંગઠનાત્મક સુધારા અને પુનર્ગઠનનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવશે અને 'જય બાપુ, જય ભીમ, જય બંધારણ' અભિયાન એક વર્ષ માટે દેશમાં ચલાવવામાં આવશે.
પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠક બાદ કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે બેઠકમાં બે ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા છે, જેમાંથી એક મહાત્મા ગાંધી પર છે અને બીજો રાજકીય છે.
વેણુગોપાલે કહ્યું, “વર્ષ 2025 સંસ્થામાં વ્યાપક પરિવર્તનનું વર્ષ હશે. અમે વ્યાપક સંગઠનાત્મક સુધારા હાથ ધરીશું. આ કામ તરત જ શરૂ થઈ જશે.'' તેમણે કહ્યું કે 'જય બાપુ, જય ભીમ અને જય બંધારણ' અભિયાન ડિસેમ્બર મહિનાથી જ શરૂ થશે જે આગામી એક વર્ષ સુધી ચાલુ રહેશે.
વેણુગોપાલના જણાવ્યા અનુસાર આ અભિયાન અંતર્ગત જિલ્લા અને રાજ્ય સ્તરે પદયાત્રા અને જાહેર સભાઓનું આયોજન કરવામાં આવશે. તેમણે કહ્યું, “આ અભિયાનમાં અમે બંધારણ પર હુમલાનો મુદ્દો ઉઠાવીશું. આ સાથે મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે તેમ વેણુગોપાલે જણાવ્યું હતું કે એપ્રિલમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર (ગુજરાત)માં કોંગ્રેસનું અધિવેશન પણ આયોજિત કરવામાં આવશે.








