મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'વિપક્ષી મહિલા સાંસદોએ પીએમ મોદીની ખુરશી ઘેરી લીધી,  હુમલો કરવાનો હતો ઈરાદો' ; BJP નેતાનો દાવો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે ૫ વાગ્યે લોકસભામાં બોલવાના હતા. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્

'વિપક્ષી મહિલા સાંસદોએ પીએમ મોદીની ખુરશી ઘેરી લીધી,  હુમલો કરવાનો હતો ઈરાદો' ; BJP નેતાનો દાવો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે ૫ વાગ્યે લોકસભામાં બોલવાના હતા. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવાના હતા. જોકે, હિંસક હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ. સ્પીકર સંધ્યા રાયે લોકસભાને દિવસભર માટે સ્થગિત કરવાની જાહેરાત કરી અને પીએમ મોદીનું ભાષણ મુલતવી રાખવામાં આવ્યું.

આ મુદ્દે હવે ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષ પર ગંભીર આરોપો લગાવ્યા છે. લોકસભા સ્થગિત થયા બાદ ભાજપના સાંસદ મનોજ તિવારીએ આરોપ લગાવ્યો કે, વિપક્ષના મહિલા સભ્યો જ્યાં વડાપ્રધાન બેસે છે ત્યાં પહોંચી ગયા હતા. વિપક્ષના મહિલા સભ્યોએ વડાપ્રધાનની ખુરશીને ઘેરી લીધી અને તેમના પર હુમલો કરવાનો તેમનો ઇરાદો જોવા મળી રહ્યો હતો.

મનોજ તિવારીએ વિપક્ષના સભ્યો પર ગૃહમાં બબાલ મચાવવાનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો કે વિપક્ષના મહિલા સાંસદોને અમારા વરિષ્ઠ મંત્રીએ સમજાવ્યા અને પરત જવા માટે નિવેદન - વિનંતી કરતા કહ્યું કે, આવી સ્થિતિમાં પ્રધાનમંત્રી ના આવી શકે. પરંતુ મહિલા સાંસદો કંઈ સાંભળવા તૈયાર નહોતા. મનોજ તિવારીએ દાવો કર્યો કે વિપક્ષના સાંસદો મારપીટના હાવભાવ સાથે આવ્યા હતા. 

દરમિયાન ચિરાગ પાસવાનના નેતૃત્વ હેઠળના લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના સાંસદ રાજેશ વર્માએ પણ લોકસભામાં બનેલી ઘટનાઓ અંગે એક નિવેદન બહાર પાડ્યું. રાજેશ વર્માએ કહ્યું કે, કેટલાક વિપક્ષી સાંસદો હાથમાં બેનરો અને પોસ્ટરો લઈને એવી રીતે દોડી રહ્યા હતા, જાણે કે તેઓ રસ્તા પર હોય. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષી સાંસદોએ એવું વાતાવરણ બનાવી દીધું કે અમે મારામારી ઉપર ઉતરી આવીએ.

આ સમાચાર શેર કરો