'ટી મીટિંગ'નો વિપક્ષે કર્યો બૉયકોટ, PM મોદીએ કહ્યું- રાહુલ ગાંધી કોંગ્રેસના યુવા નેતાથી ગભરાયા
સંસદના મોનસૂન સત્ર વિવાદથી ઘેરાયેલું રહ્યું હતું. લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે અન

સંસદના મોનસૂન સત્ર વિવાદથી ઘેરાયેલું રહ્યું હતું. લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે અને તે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભ્યો માટે ટી મીટિંગનું આયોજન કર્યું હતું. વિપક્ષે PM મોદીની ટી મીટિંગનો બૉયકોટ કર્યો છે.
પીએમની ટી મીટિંગમાં સામેલ થવા માટે વિપક્ષનો કોઇ નેતા પહોંચ્યો નહતો. પીએમની ટી મીટિંગમાં NDAના નેતા હાજર રહ્યાં હતા. વડાપ્રધાન મોદીએ ટી મીટિંગમાં સંસદના મોનસૂન સત્રને સારૂ ગણાવતા કહ્યું કે આ દરમિયાન કેટલાક મહત્ત્વપૂર્ણ બિલ પાસ થયા છે.
શાસક પક્ષની પ્રશંસા કરતા PM મોદીએ કહ્યું કે ઓનલાઈન ગેમ્સ બિલ પસાર થવાથી દૂરગામી અસર પડશે. ખાસ કરીને, તેની જનતા પર અસર પડશે. પીએમ મોદીએ ટી પાર્ટીમાં હાજર સાંસદોને કહ્યું કે આ એવો મુદ્દો છે જેના પર વધુ ચર્ચા થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે વિપક્ષ મુખ્ય બિલો પર ચર્ચામાં ભાગ લઈ શક્યો હોત, પરંતુ તેઓ ફક્ત વિક્ષેપો ઉભી કરવામાં જ રોકાયેલા હતા.
PM મોદીના રાહુલ ગાંધી પર પ્રહાર
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસમાં ઘણા યુવા નેતા એવા છે જે ઘણા પ્રતિભાશાળી છે. પીએમ મોદીએ કહ્યું કે પરિવાર (ગાંધી પરિવાર)ની અસુરક્ષાને કારણે આ યુવા નેતાઓને બોલવાની તક મળતી નથી. પીએમ મોદીએ કહ્યું કે, આ શક્ય છે કે, આ યુવા નેતા રાહુલ ગાંધીને અસુરક્ષા અને ગભરાટમાં નાખી રહ્યાં હોય.
મહત્ત્વપૂર્ણ છે કે લોકસભામાં મોનસૂન સત્ર દરમિયાન ચર્ચા માટ 120 કલાકનો સમય બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ સદનમાં માત્ર 37 કલાક જ ચર્ચા થઇ શકી હતી. લોકસભામાં ચર્ચા માટે નક્કી 83 કલાક મડાગાંઠમાં જતા રહ્યા હતા. લોકસભામાં આ દરમિયાન 14 બિલ રજૂ થયા હતા.








