મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

#OperationSindoor : ભારતની એરસ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં ફફડાટ, ઈમરજન્સી જાહેર

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે આતંકવાદ સામેની તેની નીતિને વધુ આક્રમક બન

#OperationSindoor : ભારતની એરસ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં ફફડાટ, ઈમરજન્સી જાહેર

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે આતંકવાદ સામેની તેની નીતિને વધુ આક્રમક બનાવી અને સોમવારે રાત્રે 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું. આ ગુપ્ત કાર્યવાહી હેઠળ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ ઓપરેશન રાત્રે લગભગ 1:30 વાગ્યે હાથ ધરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ્ય આતંકવાદીઓના લોન્ચપેડ અને શસ્ત્રોના ડેપોનો નાશ કરવાનો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાના અદ્યતન ફાઇટર જેટ્સ જેમ કે મિરાજ-2000 અને સુખોઈ-30 MKI એ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. આ વિસ્તારોને લાંબા સમયથી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોનો ગઢ માનવામાં આવે છે.

પાકિસ્તાનમાં ફ્લાઇટ્સ રદ

પાકિસ્તાનમાં વધી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઇસ્લામાબાદ અને લાહોર એરપોર્ટની બધી ફ્લાઇટ્સ આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે. તાજેતરની સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

'ઓપરેશન સિંદૂર' પર અમેરિકાની પ્રતિક્રિયા

ભારતીય સશસ્ત્ર દળો દ્વારા 'ઓપરેશન સિંદૂર' શરૂ કરવાના અહેવાલો અંગે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ ANI ને જણાવ્યું, "અમે આ અહેવાલોથી વાકેફ છીએ. જોકે, હાલમાં અમારી પાસે કોઈ મૂલ્યાંકન નથી. આ એક બદલાતી પરિસ્થિતિ છે, અને અમે ડેવલોપમેન્ટ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ."

લાહોર અને સિયાલકોટ એરપોર્ટ 48 કલાક માટે બંધ

પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ પુષ્ટિ આપી છે કે મુઝફ્ફરાબાદ, કોટલી અને બહાવલપુરમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને હુમલા દરમિયાન કોઈ પણ ભારતીય વિમાન કે જેટ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી શક્યું નહીં. દરમિયાન, વધતા તણાવને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાને આગામી 48 કલાક માટે લાહોર અને સિયાલકોટ એરપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી.

NSA ડોભાલે અમેરિકી વિદેશ મંત્રી સાથે વાત કરી

ભારતીય હુમલા પછી તરત જ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે યુએસ NSA અને વિદેશ સચિવ માર્કો રુબિયો સાથે વાત કરી. વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અજિત ડોભાલે તેમને લેવામાં આવેલી કાર્યવાહી વિશે સંપૂર્ણ માહિતી આપી અને ભારતની સ્થિતિથી વાકેફ કર્યા.

પાકિસ્તાને પણ હુમલાની પુષ્ટિ કરી

પાકિસ્તાનના ડોન ન્યૂઝના અહેવાલ મુજબ, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓને પગલે બંને દેશો વચ્ચેના તીવ્ર તણાવ વચ્ચે ભારતે કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદમાં મિસાઇલ હુમલા કર્યા હતા.

આ સમાચાર શેર કરો