મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'વન નેશન વન ઇલેક્શન' બિલ પર અસમંજસ! સોમવારે લોકસભામાં રજૂ નહીં થાય બિલ

'વન નેશન વન ઇલેક્શન'ને લઇને અસમંજસની સ્થિતિ છે. આ બિલ પહેલા સોમવારે 16 ડિસેમ્બરે

'વન નેશન વન ઇલેક્શન' બિલ પર અસમંજસ! સોમવારે લોકસભામાં રજૂ નહીં થાય બિલ

'વન નેશન વન ઇલેક્શન'ને લઇને અસમંજસની સ્થિતિ છે. આ બિલ પહેલા સોમવારે 16 ડિસેમ્બરે લોકસભામાં રજૂ થવાનું હતું પરંતુ હવે આ બિલ સોમવારે રજૂ નહીં થાય.લોકસભાની સંશોધિત યાદીમાં આ બિલ નથી. મહત્ત્વપૂર્ણ છે કે સરકારે આ બિલની કોપી સાંસદોને મોકલી હતી જેથી તે તેનુ અધ્યયન કરી શકે. મહત્ત્વપૂર્ણ છે કે સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બરે સમાપ્ત થઇ રહ્યું છે.

જો આ બિલ 16 ડિસેમ્બરે રજૂ નથી થતું તો પછી સરકાર પાસે ચાર દિવસનો સમય જ બાકી રહેશે. એવામાં આ બિલ પર ચર્ચા થવાની શક્યતા ઘણી ઓછી છે.

વન નેશન વન ઇલેક્શનનો શું છે ઉદ્દેશ્ય

વન નેશન વન ઇલેક્શન તરીકે ઓળખાતા આ બિલનો ઉદ્દેશ્ય તમામ રાજ્યોની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીને એક સાથ યોજવાનો છે. બિલમાં દાવો કરાયો છે કે હાલમાં ચૂંટણીઓ યોજવા પાછળ ઘણો ખર્ચ થઇ રહ્યો છે. એવામાં એક સાથે ચૂંટણી યોજવાથી આ ખર્ચાથી બચી શકાશે.

બંધારણના ત્રણ આર્ટિકલ સુધારાશે, એકનો ઉમેરો થશે 

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં કેન્દ્ર સરકારે બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે એક કમિશનની રચના કરી હતી. આ રામનાથ કોવિંદ કમિશને ડ્રાફ્ટ રિપોર્ટ કેન્દ્રને સોંપી દીધો હતો જેને હવે કેન્દ્રિય કેબિનેટની મંજૂરી મળી ગયા બાદ બિલ સ્વરૂપે સંસદમાં રજુ કરવામાં આવશે.

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરી શકે છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને કમિશનના અધ્યક્ષ રામનાથ કોવિંદે વન નેશન વન ઇલેક્શનને લોકશાહી માટે ગેમ ચેન્જર ગણાવ્યું હતું. બીજી તરફ સત્તાધારી NDAમાં સામેલ પક્ષો આ બિલના સમર્થનમાં છે જ્યારે વિપક્ષ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનના બિલના વિરોધમાં છે. વિપક્ષનો દાવો છે કે વન નેશન વન ઇલેક્શન સત્તાને કેન્દ્રીકૃત કરી શકે છે તેનાથી સંઘીય (કેન્દ્ર અને રાજ્યોની શક્તિ)ના સિદ્ધાંતોને નબળી પાડી શકે છે. કેન્દ્ર સરકારના આ બિલથી બંધારણમાં નવા આર્ટિકલ 82એનો ઉમેરો થશે જ્યારે ત્રણ આર્ટિકલ 83,172 અને 327માં સુધારા કરવા પડશે.

આ પણ વાંચો: લોકસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું ‘'અમે બંધારણમાં ફેરફાર કર્યા કેમ કે…'

બિલમાં દાવો કરાયો છે કે વર્ષ 1951-52, 1957, 1962 અને 1967માં પણ વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ સાથે યોજવામાં આવી હતી. જોકે, 1968થી 1969 વર્ષે કેટલીક વિધાનસભાઓને સમય પહેલા ભંગ કરી દેવાતા એક સાથે ચૂંટણી યોજવાનું આ ચક્ર તૂટી ગયું હતું. રામનાથ કોવિંદ કમિશને મ્યુનિસિપલ અને પંચાયતોની ચૂંટણીને પણ આવરી લેવાની ભલામણ કરી હતી. જોકે, કેબિનેટે ગુરૂવારે પોતાના નિર્ણયમાં આ ભલામણને હાલ પુરતા બિલમાં સામેલ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. કેબિનેટે બે બિલને મંજૂરી આપી છે જેમાં એક બિલમાં વિધાનસભાઓ અ્ને લોકસભાની ચૂંટણી સાથે યોજવા જ્યારે બીજા બિલમાં કેન્દ્ર શાસિત પ્રદેશોના એક સાથે ચૂંટણી યોજવા સાથે જોડાયેલુ છે. વિપક્ષ આ બિલના વિરોધમાં હોવાથી આ મુદ્દે સંસદમાં ભારે હોબાળો થવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો