મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વિપક્ષના નેતા રાહુલ ગાંધી બન્યા કંદોઈ, રાહુલે બનાવી ઈમરતી અને ચણાના લોટના લાડુ

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે એટલે કે આજે

વિપક્ષના નેતા રાહુલ ગાંધી બન્યા કંદોઈ, રાહુલે બનાવી ઈમરતી અને ચણાના લોટના લાડુ

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે એટલે કે આજે દિવાળી નિમિત્તે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. દિવાળીની અનોખી રીતે ઉજવણી કરવા માટે, રાહુલ ગાંધી જૂની દિલ્હીની પ્રખ્યાત મીઠાઈની દુકાન ઘંટેવાલા સ્વીટ શોપ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઈમરતી અને ચણાના લોટના લાડુ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની અનોખી દિવાળી ઉજવણીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. પોસ્ટમાં, રાહુલ ગાંધી મીઠાઈની દુકાનના માલિક સાથે વાત કરતા જોવા મળે છે. તેઓ મીઠાઈની દુકાનમાં ઈમરતી અને ચણાના લોટના લાડુ બનાવતા પણ જોઈ શકાય છે.

પોસ્ટમાં, તેમણે લખ્યું, "મેં જૂની દિલ્હીની પ્રખ્યાત અને ઐતિહાસિક ઘંટેવાલા સ્વીટ શોપમાં ઈમરતી અને ચણાના લોટના લાડુ બનાવવાનો પ્રયાસ કર્યો. આ સદીઓ જૂની, પ્રતિષ્ઠિત દુકાનની મીઠાશ આજે પણ એ જ છે - શુદ્ધ, પરંપરાગત અને હૃદયસ્પર્શી. દિવાળીની સાચી મીઠાશ ફક્ત થાળીમાં જ નહીં, પણ સંબંધો અને સમાજમાં પણ છે." રાહુલ ગાંધીએ આગળ કહ્યું, 'તમે જણાવો તે, તમે તમારી દિવાળી કેવી રીતે ઉજવી રહ્યા છો અને તેને કેવી રીતે ખાસ બનાવી રહ્યા છો?'

મીઠાઈની દુકાનના માલિક રાહુલ ગાંધીના લગ્નની રાહ જોઈ રહ્યા છે

વીડિયોમાં જોઈ શકાયે છે કે, રાહુલ ગાંધીને આ દુકાનના માલિકે કહ્યું કે, "હવે અમે ફક્ત એક જ વસ્તુની રાહ જોઈ રહ્યા છીએ: જલ્દી લગ્ન કરી લો. અમે તમારા લગ્નની રાહ જોઈ રહ્યા છીએ. સૌથી પહેલા તમે લગ્ન કરો. તેની મીઠાઈ પણ તમે અમારી પાસેથી લો. અમે તેની રાહ જોઈ રહ્યા છીએ." જો કે, રાહુલ ગાંધીએ આનો જવાબ આપ્યો નહીં, બસ સ્મિત આપતા રહ્યા.

આ સમાચાર શેર કરો