મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહાકુંભમાં થયેલ ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત, 25 મૃતદેહોની થઇ ઓળખ

પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ બાદ અખાડાઓનું અમૃત સ્નાન શરૂ થઇ ગયું છે. પ્રયાગરાજના સ

મહાકુંભમાં થયેલ ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત, 25 મૃતદેહોની થઇ ઓળખ

પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ બાદ અખાડાઓનું અમૃત સ્નાન શરૂ થઇ ગયું છે. પ્રયાગરાજના સંગમ તટ પર ભાગદોડમાં 30થી વધુ લોકોના મોતના સમાચાર છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડમાં 90 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 30 લોકોના મોત થયા છે. મૃતકોમાં 25 લોકોની ઓળખ થઈ ગઈ છે. આ માહિતી મેળા પ્રશાસને એક પત્રકાર પરિષદમાં અધિકારીઓને આપી છે. કર્ણાટકના ચાર અને ગુજરાતના એક ભક્તની પણ ઓળખ થઈ ગઈ છે.

ભક્તોએ બેરિકેડ તોડી નાખ્યા હતા - ડીઆઈજી

મેળા પ્રશાસનના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે કેટલાક ભક્તો બેરિકેડ તોડીને આગળ વધવા માંગતા હતા. આ સમય દરમિયાન કેટલાક ભક્તો સૂતા હતા જે કચડાઈ ગયા. ડીઆઈજીએ કહ્યું કે ત્યાં કોઈ વીઆઈપી પ્રોટોકોલ નહોતો. ઘાયલોની માહિતી માટે હેલ્પલાઇન નંબર 1920 જારી કરવામાં આવ્યો છે.

ત્રિવેણી સંગમમાં સંતોનું ભવ્ય સ્વાગત, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી

મૌની અમાવસ્યાના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી રહેલા સંતો અને મહંતો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. શ્રદ્ધાળુંઓએ ઉત્સાહ સાથે આ ભવ્ય આયોજનમાં ભાગ લીધો છે. સંગમ તટ પર ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.

જ્યાં સ્નાન કરશો ત્યાં તમને કુંભ ફળ પ્રાપ્ત થશે: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

મહાકુંભમાં સ્નાન કરતાં પહેલાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું હતું કે, 'દેશના ત્રણેય શંકરાચાર્ય આજે અહીં પવિત્ર સ્નાન કરવા જઈ રહ્યા છે. અમે જનતા માટે આશીર્વાદનો ધોધ વહાવી રહ્યા છીએ.' મૌની અમાસ નિમિત્તે પાંચ કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યારસુધીમાં લગભગ 20 કરોડ લોકોએ ગંગામાં સ્નાન કર્યું છે.

જ્યાં સ્નાન કરશો ત્યાં તમને કુંભ ફળ પ્રાપ્ત થશેઃ શંકરાચાર્ય

નાસભાગની ઘટના અંગે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું કે, 'બુધવારે (29 જાન્યુઆરી) મોડી રાત્રે બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને તેના માટે સૌ દુઃખી છે, પરંતુ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આપણે સાવચેત રહેવું જોઈએ. હું ભક્તોને ધીરજ રાખવા અને કુંભ ક્ષેત્રમાં વિવિધ ઘાટ પર પવિત્ર સ્નાન કરવા અપીલ કરું છું. એવી કોઈ ચોક્કસ જગ્યા નથી જ્યાં ભક્તોએ સ્નાન કરવા માટે ભેગા થવું જોઈએ. એક જ જગ્યાએ સ્નાન કરીએ તેવો કોઈ આગ્રહ રાખવાની જરૂર નથી. જ્યાં સ્નાન કરશો ત્યાં તમને કુંભ ફળ પ્રાપ્ત થશે.'

લોકોની શાંતિ અને સમૃદ્ધિ માટે પૂજા કરી: સ્વામી કૈલાશાનંદ 

આધ્યાત્મિક નેતા સ્વામી કૈલાશાનંદ ગિરીએ કહ્યું કે, 'આજે અમે ગંગા પૂજન કર્યું. લોકોની શાંતિ અને સમૃદ્ધિ માટે પૂજા કરી. હું ઉત્તરપ્રદેશના વહીવટીતંત્ર અને મુખ્યમંત્રીનો 'સ્નાન' માટે કરેલી બધી વ્યવસ્થા માટે આભાર માનું છું.'

આ સમાચાર શેર કરો