DUSU ચૂંટણીમાં NSUIની જીત, રૌનક ખત્રી બનશે DUSUના પ્રેસિડેન્ટ
દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. પ્રમુખ પદ અને સંયુક્ત સચિવ મ

દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. પ્રમુખ પદ અને સંયુક્ત સચિવ માટેની ચૂંટણી NSUI જીતી ગયું છે જયારે ABVP ઉપપ્રમુખ અને સચિવના પદ પર રહેશે.
તમને જણાવી દઈએ કે તમામ કોલેજો/વિભાગો/કેન્દ્રોમાં રવિવારે (સવારે 8 વાગ્યાથી અને બપોરે 2 વાગ્યાથી) મતગણતરી થઈ હતી. ઘણી કોલેજોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની પેનલ જીતી હતી, જ્યારે કેટલીક કોલેજોમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયાનો વિજય થયો હતો.
રૌનક ખત્રી DUSU ના પ્રમુખ બન્યા
દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણીમાં એનએસયુઆઈએ બે અને એબીવીપીએ બે બેઠકો જીતી હતી. એનએસયુઆઈએ પ્રમુખ અને જોઈન્ટ સેક્રેટરીના પદ પર ઝંડો ફરકાવ્યો છે. જ્યારે ઉપપ્રમુખ અને સેક્રેટરીના પદ પર એબીવીપીનો વિજય થયો હતો.
પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે કોણ ઉમેદવારો છે?
દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ગળાકાપ સ્પર્ધા છે. ABVP, NSUI અને AISAના ઉમેદવારો મેદાનમાં હતા. ABVP તરફથી ઋષભ ચૌધરી, NSUI તરફથી રૌનક ખત્રી અને AISA તરફથી સવિ ગુપ્તા વચ્ચે પ્રમુખ પદ માટે સ્પર્ધા હતી. ઉપપ્રમુખ પદ માટે ABVPના ભાનુ પ્રતાપ સિંહ, NSUIના યશ નંદલ અને AISAના આયુષ મંડળે ચૂંટણી લડી છે.








