મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ખેતી અને ડેરી સેક્ટરમાં કોઈ છૂટછાટ નહીં', ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં જુઓ કોને થશે ફાયદો અને શું રહ્યું બાકાત?

India vs USA Trade deal : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના વ્યાપારિક તણા

'ખેતી અને  ડેરી સેક્ટરમાં કોઈ છૂટછાટ નહીં', ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં જુઓ કોને થશે ફાયદો અને શું રહ્યું બાકાત?

India vs USA Trade deal : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના વ્યાપારિક તણાવનો આખરે સુખદ અંત આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે અમેરિકા સાથે એક મજબૂત વચગાળાના વ્યાપાર કરાર (Interim Trade Agreement) ના ફ્રેમવર્કને મંજૂરી આપી દીધી છે. આ કરાર હેઠળ અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર લાદવામાં આવેલા 50% ટેરિફને ઘટાડીને 18% કરવા પર સહમતી દર્શાવી છે. આ ઉપરાંત, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલની ખરીદીને કારણે ભારત પર લાદવામાં આવેલા 25% દંડાત્મક ટેરિફને હટાવવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે, જે ભારતીય નિકાસકારો માટે એક ઐતિહાસિક વિજય માનવામાં આવે છે.

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આ ફ્રેમવર્કની જાહેરાત કરતા જણાવ્યું કે આ સમજૂતીથી ભારતીય નિકાસકારો, ખાસ કરીને MSME અને શિલ્પકારો માટે ૩૦ ટ્રિલિયન ડોલરના વિશાળ અમેરિકન બજારના દ્વાર ખુલશે. આ કરાર અંતર્ગત ટેક્સટાઇલ, લેધર, ફૂટવેર અને હેન્ડિક્રાફ્ટ જેવી વસ્તુઓ પર ટેરિફ ઘટાડવામાં આવ્યો છે, જ્યારે જેમ્સ-જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ અને એરક્રાફ્ટ પાર્ટ્સ પર ટેરિફ શૂન્ય કરવામાં આવશે. આનાથી 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને નવી ગતિ મળશે અને લાખો રોજગારની તકો ઉભી થશે.

ડેરી સેક્ટરના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું

સૌથી મહત્વની બાબત એ છે કે આ કરારમાં ભારતીય ખેડૂતો અને ડેરી સેક્ટરના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભારતે મકાઈ, ઘઉં, ચોખા, સોયા, પોલ્ટ્રી, દૂધ અને પનીર જેવા સંવેદનશીલ કૃષિ ઉત્પાદનોને આ સમજૂતીથી અલગ રાખીને સુરક્ષિત રાખ્યા છે. તેની સામે ભારતે અમેરિકા પાસેથી તેલ, ગેસ અને ટેકનોલોજી ઉત્પાદનો ખરીદવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ટ્રમ્પના દાવા મુજબ, ભારત હવે રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડી અમેરિકા અને વેનેઝુએલા તરફ વળશે અને આગામી પાંચ વર્ષમાં અંદાજે 500 અબજ ડોલરના અમેરિકન સામાનની ખરીદી કરશે.

બંને દેશો હવે નોન-ટેરિફ બેરિયર્સ અને ડેટા સેન્ટર ટેકનોલોજી જેવા મુદ્દાઓ પર આગળની વાતચીત ચાલુ રાખશે. પીયૂષ ગોયલે સંકેત આપ્યો છે કે માર્ચ મહિના સુધીમાં આ વચગાળાના કરારને ઔપચારિક કાયદાકીય દસ્તાવેજમાં ફેરવી દેવામાં આવશે. આ સમજૂતી માત્ર આર્થિક જ નહીં પણ રાજદ્વારી દૃષ્ટિએ પણ ભારતને ચીનના મજબૂત વિકલ્પ તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ સાબિત થશે.

આ સમાચાર શેર કરો