યુએસ ટ્રેડ ડીલથી બજારોને ટેકો મળ્યો, સેન્સેક્સ, નિફ્ટી 1.5% વધ્યા; રોકાણકારોની સંપત્તિમાં 7.23 લાખ કરોડનો વધારો

US trade deal: ભારતીય શેરબજારમાં શુક્રવારે છ ફેબ્રુઆરીએ તેજી રહી અને બજાર છેલ્લા ત્રણ મહીનામાં પોતાના સૌથી સારા સાપ્તાહિક પ્રદર્શન સાથે બંધ રહ્યું હતું. અમેરિકા સાથે લાંબા સમયથી રાહ જોવાતી વેપાર ડીલથી બજાર પરના મોટા દબાણને સમાપ્ત કરી નાંખ્યું. આનાથી બજેટ દિવસના ઘટાડા અને સોફ્ટવેર શેરોમાં ચાલી રહેલા વૈશ્વિક વેચાણની અસરને સરભર કરવામાં આવી, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અંગેની ચિંતાઓને કારણે શરૂ થઈ હતી.
બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી 50માં શુક્રવારે 0.2 ટકાનો સુધારો નોંધાયો હતો અને તે 25693.70ની સપાટી પર બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 0.32% વધીને 83,580.40 પર બંધ થયો. સાપ્તાહિક ધોરણે (1-6 ફેબ્રુઆરી), બંને મુખ્ય સૂચકાંકોમાં લગભગ 1.5% વધારો થયો. સપ્તાહની શરૂઆત રવિવારના બજેટ સાથે થઈ. બેન્ચમાર્ક ઈન્ડેક્સની સરખામણીમાં મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોએ નબળો દેખાવ કર્યો. બીએસઈ મિડકેપ 1.55 ટકા ઘટ્યો, જ્યારે બીએસઈ સ્મોલકેપ 2.19 ટકા ઘટ્યો.
જૂન 2024ની શરૂઆત પછી સપ્તાહ દરમિયાન નિફ્ટીની ટ્રેડિંગ રેન્જ સૌથી વધુ હતી. તે સમયે, ભારતમાં શાસક એનડીએ ગઠબંધનને અપેક્ષા કરતાં ઓછી બહુમતી મળવાને કારણે બજારમાં તીવ્ર અસ્થિરતા જોવા મળી હતી.
આ સપ્તાહના મુખ્ય ટ્રિગર
બજારના જાણકારોના કહેવા અનુસાર બજેટમાં ડેરિવેટિવ્ઝ પર ટેક્સ વધારવાના પ્રસ્તાવના કારણે શેરબજારોમાં કડાકો બોલાયો હતો. અને આરબીઆઈનો નિર્ણય પણ અપેક્ષિત હતો. જોકે, યુએસ-ભારત વેપાર કરાર સંપૂર્ણપણે અણધાર્યો હતો. તેનાથી બજારને હકારાત્મક રીતે આશ્ચર્ય થયું અને નોંધપાત્ર દબાણ દૂર થયું.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ૨૫ નવેમ્બર ૨૦૧૬ ના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સે ભારત સાથે વેપાર કરારની જાહેરાત કરી. આ કરાર હેઠળ, ભારતીય માલ પર યુએસ ટેરિફ 50%થી ઘટાડીને 18% કરવામાં આવ્યો. બદલામાં, ભારત રશિયન તેલની ખરીદી અટકાવવા અને કેટલાક વેપાર અવરોધોને હળવા કરવા સંમત થયું. આ પહેલા બજેટના દિવસે રવિવારે શેરબજારમાં તીવ્ર કડાકો નોંધાયો હતો. ભારતના બજેટમાં ડેરિવેટિવ્ઝ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં ઘટાડો થયો હતો. જેમજેમ અઠવાડિયું આગળ વધતું ગયું તેમ તેમ એન્થ્રોપિકનું એક નવું AI ટૂલ બહાર આવ્યું. આ સાધન કાનૂની કાર્ય, વેચાણ, માર્કેટિંગ અને ડેટા વિશ્લેષણ સહિત અનેક કાર્યોને સ્વચાલિત કરી શકે છે. આ સમાચાર બાદ, વૈશ્વિક બજારોમાં સોફ્ટવેર અને ડેટા સર્વિસ કંપનીઓના શેર દબાણ હેઠળ આવ્યા.
આ અઠવાડિયે ભારતીય આઈટી કંપનીઓના શેરનું કુલ બજાર મૂલ્ય લગભગ 21 બિલિયન ડોલર ઘટ્યું. આઇટી ઈન્ડેક્સ 6.4% ઘટ્યો, જે ચાર મહિનામાં તેનો સૌથી ખરાબ સાપ્તાહિક દેખાવ છે. ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને એચસીએલ ટેકના શેર 5.8%થી 8.2%ની વચ્ચે ઘટ્યા.
અપેક્ષા મુજબ, આરબીઆઈએ રેપો રેટ યથાવત રાખ્યો હતો. જોકે, તેણે એ પણ નોંધ્યું હતું કે ડિસેમ્બર 2025ની બેઠક પછી બાહ્ય પડકારો વધ્યા છે.
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
16 પ્રમુખ સેક્ટરોમાંથી 14માં આ સપ્તાહ દરમિયાન સુધારો નોંધાયો હતો. તો સ્મોલ કેપ અને મીડકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે 0.4 ટકાનો અને 1.8 ટકાની તેજી નોંધાઈ હતી. કેન્દ્ર સરકાર 1 એપ્રિલથી શરૂ થતા આગામી નાણાકીય વર્ષમાં રેકોર્ડ મૂડી ખર્ચની યોજના બનાવી રહી હોવાથી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના શેરમાં 4.2%નો વધારો થયો છે. શેરની દ્રષ્ટિએ, મજબૂત ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા પછી, અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ્સના શેર અનુક્રમે 10.2% અને 9.2% ઉછળ્યા.
નિફ્ટી 50 કંપનીઓમાં, સૌથી વધુ વધારો ITCમાં જોવા મળ્યો, જેમાં 5.21 ટકાનો વધારો જોવા મળ્યો. રોકાણકારોની સંપત્તિમાં ₹7.23 લાખ કરોડનો વધારો થયો. આ પછી, કોટક બેંકમાં 3.33 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડમાં 2.97 ટકા, બજાજ ફાઈનાન્સમાં 1.79 ટકા અને ભારતી એરટેલમાં 1.54 ટકાનો વધારો જોવા મળ્યો.
નિફ્ટી-50ની કંપનીઓમાં સૌથી વધારે નુકસાન એચડીએફસી લાઇફને થયું હતું. તેમાં 2.39 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પછી, ટેક મહિન્દ્રા 1.84 ટકા, ટીસીએસ 1.72 ટકા, એસબીઆઈ લાઈફ 1.54 ટકા અને ટાટા મોટર્સ પીવી 1.41 ટકા ઘટ્યા.
રોકાણકારોની વેલ્થમાં આ સપ્તાહે ખૂબ સારી વૃદ્ધિ નોંધાઈ છે. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ગયા શુક્રવારે 30 જાન્યુઆરીએ રૂ. 4,59,88009 કરોડ હતું. આ શુક્રવારે છ ફેબ્રુઆરીએ વધીને રૂ. 4,67,11,959 કરોડ રૂપિયા થયું છે. આમ, આ અઠવાડિયે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 7,23,950 કરોડનો વધારો થયો છે.

