VIDEO: પ્રાંતિજના સાંદોલિયામાં ચકચાર: પરપુરુષ સાથેના પ્રેમમાં આંધળી બનેલી ભાભીએ દિયરનું ઢીમ ઢાળી દીધું, 4 આરોપીની ધરપકડ
VIDEO: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગ્રામ્ય પંથકમાં પ્રેમિકા ભાભીએ પોતાના દિયરનું ઢીમ ઢાળી દેવા માટે 2 લાખની સોપારી આપવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે, ગામના જ એક પુરુષ સાથે ભાભીના પ્રેમ પ્રકરણ ચાલતું હોવાની વાત દિયર જાણતો હોવાથી પ્રેમના રસ્તો સાફ કરવા પ્રેમી સાથે મળી દિયરની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે જોકે જિલ્લા પોલીસે પ્રેમમાં દિયરની હત્યા કરાવનાર ભાભી હત્યામાં સામેલ કુલ 4 આરોપીઓ ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાંદોલિયા ગામના વિષ્ણુસિંહ નામનો યુવક અપરણિત હોવાનો લાભ ઉઠાવી પ્રેમિકા ભાભી એ પોતાના દિયરને છોકરી પસંદ કરવાનું કહી અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં પ્રાંતિજના કાલીપુરા થી લવાડીના વરચે ગળે ટૂંપો લગાવી દિયરની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો, ભાભીએ દિયરની હત્યા માટે પોતાના પ્રેમીને 2 લાખ રૂપિયામાં હત્યા માટેનું કારસ્તાન રચ્યું, હકીકત એવી છેકે કોકિલા ગણપતસિંહ નવલસિંહ મકવાણા નામની મહિલાનો ગામના દોલતસિંહ અર્જુનસિંહ મકવાણા નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો, છેલ્લા કેટલાક સમયથી પોતાના પતિને અંધકારમાં રાખી અન્ય ઇસમ સાથે પ્રેમની મજા માણતી ભાભીને દિયર અવાર-નવાર સમજાવટ કરતો હતો, જોકે કળયુગિ પ્રેમિકાભાભીને દિયરની સાચી સમજાવટ ભાભીને કચવાટરૂપ લાગતી હતી, અને તેને દિયરનું ઢીમ ઢાળી દેવાનું કારસો રચ્યો હતો.
ગામના પર પુરુષ સાથે ગેરસંબધ માણતી ભાભી દિયરની હત્યારી નીકળી છે, પ્રેમિકા ભાભીના પ્રેમી દોલતસિંહ મકવાણા નામના આરોપીએ તેના બે મિત્રોને સાથે રાખી અવાવરું સ્થળે પ્રેમમાં અડચણરૂપ બનતા દિયરને ગળે ટૂંપો આપી હત્યાને અંજામ આપ્યો, આજના હળાહળ કળિયુગી સમયમાં માતા સમાન ભાભીએ પોતાના દિયરની હત્યા માટે ગામના પ્રેમીને 2 લાખમાં સોપારી આપી સાથે પ્રેમીએ પ્રેમિકાના હુકમ અને સોપારીને ધ્યાને લઈ પ્રેમીએ તેના બે મિત્રો સાથે મળી પ્રેમમાં અડચણરૂપ દિયરનું ઢીમ ઢાળી દીધું, પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ વ્યાપ્યો છે, પોલીસે પ્રેમિકા સહિત પ્રેમી અને પ્રેમીના બે મિત્રોને જેલના સળિયા પાછળ ધકેલાયા છે, સાથે પોલીસે હત્યાનો ગુનો નોધી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હાલના સમયે એક દીકરાની માતાએ ગામના જ એક શખ્સ સાથેના પ્રેમ સંબંધમાં પોતાના દિયરને મોતને ઘાટ ઉતારાયો છે, ત્યારે પોતાના પતિને અંધારામાં રાખી અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ રાખનાર કોકિલા મકવાણા સહિત અન્ય ત્રણ આરોપીઓ વિરુદ્ધ કોકિલાના પતિએ પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગણપતસિંહ મકવાણાએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે અને પત્ની દિયરની હત્યામાં મુખ્ય આરોપી નીકળી છે, ત્યારે સમાજ સહિત સમગ્ર પંથકમાં લોકો કોકિલાની કરતુકને વખોડી રહ્યા છે. કોકિલાને તેના પ્રેમીએ માફ કર્યો હતો પરંતુ તેના પતિએ માફ નથી કર્યો તેવા જ સમયે તેને હવે તેનો પુત્ર પણ માફ નહીં કરે તે નક્કી છે, પોતાના પતિ સાથે પ્રેમ સંબંધ રાખવાની બદલે અન્ય પુરુષ સાથે આંધળુ પ્રેમ જીવન નિર્વાહ કોકિલા દિયરની હત્યામાં જેલના સળિયા પાછળ ધકેલાઈ છે, પ્રેમ સંબંધમાં પોતાના પતિ અને દીકરાને ભૂલેલી કોકિલા મકવાણા સામે પણ આજે પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પ્રાંતિજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી પ્રેમિકા કોકિલા સહિત અન્ય આરોપીઓને કડક સજા થાય તે દિશામાં કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે.
હત્યાના ગુનામાં પકડાયેલા આરોપી...
1) કોકિલા ગણપતસિંહ નવલસિંહ મકવાણા, રહે. સાદોલિયા, પ્રાંતિજ, સાબરકાંઠા... (પ્રેમિકા ભાભી)
2) દોલતસિંહ અર્જુનસિંહ મકવાણા, રહે. સાદોલીયા, પ્રાંતિજ, સાબરકાંઠા... (પ્રેમી)
3) વિક્રમસિંહ કાળુસિંહ મકવાણા, રહે. સાદોલીયા, પ્રાંતિજ, સાબરકાંઠા... (પ્રેમીનો મિત્ર)
4) રમેશસિંહ અર્જુનસિંહ રાઠોડ, રહે. અનોડિયા છેલ્લાવાસ, માણસા, ગાંધીનગર... (પ્રેમીનો મિત્ર)

