'કોઈપણ સમજદાર છોકરી પહેલી મુલાકાતમાં છોકરા સાથે હોટલમાં ના જાય', HCએ રેપ કેસના આરોપીને નિર્દોષ છોડ્યો
બળાત્કારના એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે આરોપીને રાહત આપતા તેને નિર્દોષ જા

બળાત્કારના એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે આરોપીને રાહત આપતા તેને નિર્દોષ જાહેર કર્યો. પીડિતાએ છોકરા પર આરોપ લગાવ્યો હતો કે મને મળવાને બહાને હોટલમાં બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો. બંનેની ઓળખાણ ફેસબુક દ્વારા થઈ હતી. પીડિતાએ જણાવ્યું કે, છોકરાએ તેને કહ્યું કે મારે તારી સાથે એક ખાસ વાત કરવી છે. એમ કહીને હોટલમાં બોલાવીને મારી ઉપર બળાત્કાર કર્યો હતો. અને છોકરાએ તેના આપત્તિજનક ફોટો લઈ લીધા હતા.
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં એક દુષ્કર્મ કેસની સુનાવણી થઈ. વર્ષ 2017માં યુવતીએ દોષી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો કે આરોપીએ તેને હોટલમાં મળવા બોલાવીને તેની સાથે રેપ કર્યો હતો. સાથે જ આરોપીએ તેના વાંધાજનક ફોટો પાડ્યા એટલું જ નહીં પરંતુ તેના મંગેતર સાથે શેયર પણ કર્યા હતા.
કેસની સુનાવણી જસ્ટિસ ગોવિંદ સનપ કરી રહ્યાં હતાં. તેમણે રેપ કેસમાં પીડિતાની વાત માનવાનો ઈનકાર કરી દીધો. કોર્ટે કહ્યું કે કોઈ પણ સમજદાર યુવતી પહેલીવાર કોઈ છોકરાને મળવા હોટેલના રૂમમાં જાય નહીં. પીડિતાનું કહેવું હતું કે દોષીથી તેની ઓળખ ફેસબુક દ્વારા થઈ હતી અને બાદમાં ફોન પર વાતચીત શરૂ થઈ ગઈ. કોર્ટને જણાવાયું કે ફેબ્રુઆરી 2017માં યુવક યુવતીને મળવા માટે તેની કોલેજ આવ્યો. બાદમાં માર્ચ 2017માં તેણે યુવતીને મળવા માટે એક હોટલના રૂમમાં બોલાવી. યુવતીનું કહેવું હતું કે યુવકે તેને કહ્યું કે તે કંઈક 'જરૂરી વાત' કહેવા ઈચ્છે છે.
રિપોર્ટ અનુસાર એ જણાવાયું કે, રૂમમાં ગયા બાદ બંનેની વચ્ચે સંમતિથી સંબંધ બંધાયા. યુવતીનો આરોપ છે કે, યુવકે તેની અમુક વાંધાજનક તસવીરો ખેંચી લીધી હતી અને તેને ફેસબુક પર અપલોડ કરી દીધી હતી. તે બાદ યુવતીએ યુવક સાથે બ્રેકઅપ કરી લીધું હતું. યુવકે યુવતીના મંગેતરની સાથે પણ વાંધાજનક તસવીરો શેર કરી હતી, તે બાદ ઓક્ટોબર 2017માં યુવતીએ કેસ નોંધાવ્યો.
જસ્ટિસ સનપે કહ્યું કે પીડિતાએ એ જણાવ્યું નહીં કે તે કઈ તારીખે હોટલના રૂમમાં ગઈ હતી, જ્યાં દોષીએ તેને શારીરિક સંબંધ બનાવવા માટે મજબૂર કરી. રિપોર્ટ અનુસાર જજે કહ્યું, 'હોટલમાં મળ્યા પહેલા પીડિતા આરોપીને સારી રીતે જાણતી નહોતી. આ તેની પહેલી મુલાકાત હતી. યુવતીએ જણાવ્યું કે આરોપીના કહેવા પર તે આરોપીની સાથે હોટલના રૂમમાં ગઈ હતી.
કોઈ પણ સમજદાર યુવતી પહેલીવાર કોઈ છોકરાને મળવા હોટેલના રૂમમાં જાય નહીં. યુવક તરફથી આવું વર્તન યુવતીને એલર્ટ રહેવાનો સંકેત આપે છે. પીડિતા તરફથી આપવામાં આવેલા પુરાવા વિશ્વાસ કરવા યોગ્ય નથી. 'જો કોઈ યુવતી અજાણ્યા વ્યક્તિ સાથે રૂમમાં જાય તો મુશ્કેલી સર્જાવા પર તે બૂમો પાડશે.'
એવું નથી કે હોટલનો રૂમ ભીડ ધરાવતાં વિસ્તારથી દૂર હતો. હોટલના રૂમમાં થયેલી ઘટના વિશ્વાસ કરવા યોગ્ય લાગતી નથી. કોર્ટે સવાલ કર્યો કે માર્ચ 2017માં ફોટો શેર કર્યા બાદ પણ પીડિતા અને તેના પિતા મૌન કેમ હતાં અને ફરિયાદ ઓક્ટોબર 2017માં નોંધાવાઈ. કોર્ટે આરોપીને મુક્ત કરી દીધો છે.








