“નીતિશ કુમાર જલ્દી NDAને અલવિદા કહેશે” બિહાર સીએમની ચોખવટ બાદ પણ મોટા નેતાએ આપ્યું નિવેદન
શિવસેના(યુબીટી)ના નેતા સંજય રાઉતે 4 ડિસેમ્બરે દાવો કર્યો કે, નીતિશ કુમારના નેતૃત્ત્વવા

શિવસેના(યુબીટી)ના નેતા સંજય રાઉતે 4 ડિસેમ્બરે દાવો કર્યો કે, નીતિશ કુમારના નેતૃત્ત્વવાળી જનતા દળ (યુનાઇટેડ) NDA ગઠબંધન સાથે નહીં રહે. કારણકે, ભાજપ તેમની પાર્ટીના 10 સાંસદોને લલચાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ બિહારમાં સહયોગી દળની પીઠમાં છરો ઘોંપી રહી છે. નોંધનીય છે કે, બિહારમાં ભાજપ નીતિશ કુમારની સાથે ગઠબંધનમાં છે.
સંજય રાઉતે કહ્યું, 'ભાજપે જેડી(યુ)ના 10 સાંસદોને પોતાના પક્ષમાં કરવાનું કામ શરૂ કરી દીધું છે. તેથી નીતિશ કુમાર સંકોચ અનુભવી રહ્યા છે. તે એનડીએમાં રહેશે કે નહીં તે વિશે મને શંકાછે. જેડી(યુ) એનડીએના ભાગરૂપે 2025માં બિહાર વિધાનસભાની ચૂંટણી લડે તેવી સંભાવના ખૂબ ઓછી દેખાય છે. જેડી(યુ) પાસે લોકસભામાં 12 સાંસદ છે, જે એનડીએ સરકાર માટે મહત્ત્વપૂર્ણ છે. કારણકે, ભાજપ પાસે સંસદના નીચલા ગૃહમાં પોતાના દમ પર બહુમત નથી.
આ પણ વાંચો : આગ્રામાં ઔરંગઝેબની હવેલી પર ચાલ્યું બુલડોઝર, પુરાતત્વ વિભાગની જાણ બહાર કરાયો નાશ
મુકેશ ચંદ્રકારની હત્યા પર સંજય રાઉતનું ચોંકાવનારૂ નિવેદન
વળી, છત્તીસગઢના પત્રકાર મુકેશ ચંદ્રકારની હત્યા પર સંજય રાઉતે કહ્યું, તેણે રસ્તો બનાવવામાં થઈ રહેલાં ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હતો. મુકેશ ચંદ્રાકરની હત્યાને હું સંતોષ દેશમુખની હત્યાની જેમ જોવ છું. મુકેશ ચંદ્રાકરની હત્યા એટલે થઈ કારણ કે, તેણે ભ્રષ્ટાચારની વિરોધમાં અવાજ ઉઠાવ્યો. ઝારખંડમાં એક પત્રકારને જેલમાં રાખવામાં આવ્યો. આ બધી જગ્યાએ ચાલી રહ્યું છે અને કહેવામાં આવે છે કે, દેશમાં લોકતંત્ર છે, ક્યાં છે લોકતંત્ર?
દિલ્હી ચૂંટણી પર તેઓએ કહ્યું, 'વડાપ્રધાનની આદત છે ચૂંટણી પહેલાં હજારો કરોડોની જાહેરાત કરે છે, તેમને પાર્ટી તોડવાનો નશો છે. પરંતુ, હું જોઈ રહ્યો છું કે, દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલ સાથે છે. નરેન્દ્ર મોદીનું બેવડું વ્યક્તિત્વ છે. દરગાહ પર ચાદર ચઢાવવી શ્રદ્ધાનો વિષય છે. જો વડાપ્રધાન જ્યાં ચાદર ચઢાવે છે, તો હું તેમની ટીકા નહીં કરૂ. પરંતુ, તમારે બેવડું વ્યક્તિત્વ છોડવું પડશે.'
બિહારના રાજકારણમાં ફરી એકવાર સત્તા પરિવર્તનની અટકળો ચાલી રહી છે. આ વખતે પણ બધાની નજર મુખ્યમંત્રી નીતીશ કુમાર પર હતી. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે ખરમાસ ખતમ થતાં જ બિહારના રાજકારણમાં મોટો વળાંક આવી શકે છે. જો કે, આ અટકળો વચ્ચે હવે નીતિશ કુમાર પોતે આગળની હરોળ પર આવી ગયા છે અને સ્પષ્ટપણે બધું સ્પષ્ટ કર્યું છે.
બિહાર CM નીતિશ કુમારનું નિવેદન
પટનામાં સમીક્ષા બેઠકને સંબોધતા બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું કે બિહારની જનતાએ અમને 24 નવેમ્બર 2005થી કામ કરવાની તક આપી. અમે તમામ ક્ષેત્રો અને વર્ગો માટે બિહારના વિકાસ માટે સતત કામ કરી રહ્યા છીએ. 2005 પહેલા બિહારની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. સાંજ પછી લોકો ઘરની બહાર નીકળતા ડરતા હતા. હોસ્પિટલોમાં સારવારની કોઈ વ્યવસ્થા ન હતી, રસ્તાઓ જર્જરિત હતા. શિક્ષણની સ્થિતિ સારી ન હતી. હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે અવારનવાર ઝઘડાના અહેવાલો આવતા હતા. જ્યારે બિહારે અમને કામ કરવાની તક આપી ત્યારે બિહારની સ્થિતિ બદલાઈ ગઈ. કોઈની સાથે કોઈ ભેદભાવ નહોતો.
નીતિશ કુમારે કહ્યું કે અમે ભૂલથી બે વાર અહીં અને ત્યાં ગયા. હવે અમે હંમેશા સાથે રહીશું અને બિહાર સાથે દેશનો વિકાસ કરીશું.








