મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અચાનક અમિત શાહને મળવા પહોંચ્યા નીતિશ કુમાર, બંધ રૂમમાં થઇ વાતચીત; સીટ શેરિંગ ફાઇનલ થશે!

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત પટણાની હોટલ મૌર્યામાં થઇ છે. બન્ન

અચાનક અમિત શાહને મળવા પહોંચ્યા નીતિશ કુમાર, બંધ રૂમમાં થઇ વાતચીત; સીટ શેરિંગ ફાઇનલ થશે!

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત પટણાની હોટલ મૌર્યામાં થઇ છે. બન્ને નેતાઓ વચ્ચે આ મુલાકાત બંધ રૂમમાં થઇ હતી. બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને જોતા આ બેઠક ચર્ચાનો વિષય બની છે.

ચૂંટણી રણનીતિ પર ચર્ચા!

બેઠકમાં માત્ર સીટ શેરિંગ જ નહીં પણ ચૂંટણી અભિયાનની રણનીતિ પર પણ ચર્ચા થઇ શકે છે. 2024માં નીતિશ કુમાર ફરી NDAમાં પરત ફર્યા બાદ આ પ્રથમ મોટી અને ઔપચારિક બેઠક માનવામાં આવે છે. 

સીટ શેરિંગને લઇને ખેંચતાણ

આ બેઠકમાં બિહાર NDA ગઠબંધનની અંદર સીટ શેરિંગને લઇને ચાલી રહેલી ખેચતાણને હલ કરવાનો પ્રયાસ હોઇ શકે છે. JDU અને BJP વચ્ચે સીટોની વહેંચણીને લઇને મતભેદના સમાચાર પહેલા પણ સામે આવતા રહ્યા છે.

બિહારમાં NDAની સીટ શેરિંગને લઇને સસ્પેન્સ ચાલી રહ્યું છે કારણ કે ચિરાગ પાસવાન, જીતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહા તરફથી બેઠકની ડિમાન્ડ પર સહમતિ બની શકી નથી.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની તૈયારીઓને ધાર અને નેતાઓને વિજય મંત્ર આપવા માટે અમિત શાહ બુધવાર રાત્રે પટણા પહોંચ્યા હતા. અમિત શાહ ડેરી અને બેગૂસરાયમાં 20 જિલ્લાના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે બેઠક કરવા જઇ રહ્યા છે. 

પાંચ દિવસ પહેલા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ભાજપ કોર કમિટીની બેઠકમાં સામેલ થવા માટે પટણા પહોંચ્યા હતા પરંતુ ત્યારે દિલ્હી પરત ફર્યા પહેલા તેમની નીતિશ કુમાર સાથે મુલાકાત થઇ શકી નહતી.

2020માં ચિરાગ પાસવાનની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી હતી

2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-JDU વચ્ચે 121-122 બેઠકનો હિસાબ બેઠો હતો જેમાં JDUએ 115 બેઠક પર ખુદ ચૂંટણી લડી હતી અને પોતાના કોટામાંથી માંઝીને 7 બેઠક આપી હતી. ભાજપે પોતાના કોટાની 121 બેઠકમાંથી 110 પર ખુદ ચૂંટણી લડી હતી અને 11 બેઠક મુકેશ સહનીને આપી હતી. ચિરાગ પાસવાનની લોજપા 135 બેઠકો પર એકલા ચૂંટણી લડી હતી જેને કારણે JDUને કેટલીક બેઠકોનું નુકસાન થયું હતું.

આ સમાચાર શેર કરો