'અરે મહિલા છો, કંઇ જાણતા નથી', બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું વિવાદિત નિવેદન
બિહાર વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમારે મહિલાઓને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. નીતિશ કુમારે બિહા

બિહાર વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમારે મહિલાઓને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. નીતિશ કુમારે બિહાર વિધાનસભામાં RJD પર આરોપ લગાવતા કહ્યું કે, 2005 બાદ મહિલાઓને આગળ વધારવામાં નથી આવી. આ વચ્ચે RJD ધારાસભ્ય રેખા દેવીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન નીતિશ કુમારે કહ્યું કે, અરે મહિલા છો, કઇ જાણતા નથી. અમે કહીએ છીએ ચુપચાપ સાંભળો.
શું હતી ઘટના?
નીતિશ કુમાર જ્યારે બોલવા માટે વિધાનસભામાં ઉભા થયા ત્યારે વિપક્ષ અનામતને લઇને વિરોધ કરી રહ્યું હતું. પોતાના ભાષણ દરમિયાન નીતિશ કુમાર વારંવાર વિપક્ષના ધારાસભ્યોને અપીલ કરતા હતા કે એક વખત પુરી વાત સાંભળો.
જાતીય જનગણનાને લઇને નીતિશ કુમાર કહેતા હતા કે, મારી ઇચ્છા હતી ત્યારે અમે તમામ પાર્ટીઓને બોલાવી હતી, તે બાદ બેઠક કરી હતી. તે બાદ સર્વે કરાવ્યો અને જાતિગત જનગણના કરાવી. તે બાદ જ જાણકારી મળી. આ દરમિયાન વિપક્ષી સભ્યોને સમજાવતા નીતિશ કુમાર કહેતા હતા કે જો બેસીને પુરી વાત સાંભળી લો તો બધુ યોગ્ય લાગશે.
નીતિશ કુમારે કહ્યું, 'જ્યારે સર્વસમ્મતિથી જાતીય ગણના થઇ ગઇ અને પછાતોની સંખ્યા વધી ગઇ તો જે 50 ટકા અનામતની સીમા હતી તેને અમે 75 ટકા કર્યું. 10 ટકા કેન્દ્ર સરકારે અપર કાસ્ટ માટે લાગુ કર્યું તો તેને પણ લાગુ કર્યું. અમે લોકોએ દરેક પરિવારની આર્થિક સ્થિતિની જાણકારી મેળવી હતી.'
JDU નેતાએ રાબડી દેવી પર આપ્યું વિવાદિત નિવેદન
બીજી તરફ JDU નેતા લલન સિંહે રાબડી દેવી પર વિવાદિત નિવેદન આપ્યું છે. લલન સિંહે કહ્યું કે, બજેટ જેવી વસ્તુ રાબડી દેવીની સમજની બહાર છે, તેમને સહી કરતા આવડતું નથી, બજેટ પર શું બોલશે. મહત્ત્વપૂર્ણ છે કે લલન સિંહ મુંગેરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે.








