ભાજપમાં 'નબીન' અધ્યાયની નવી શરૂઆત, નામાંકન સમયે શાહ, ગડકરી અને રાજનાથ સિંહ રહ્યા હાજર
ભાજપમાં 'નબીન' પ્રકરણ' શરૂ થઈ રહ્યું છે. અધ્યક્ષ પદ માટેની તમામ પ્રક્રિયાઓ આગ

ભાજપમાં 'નબીન' પ્રકરણ' શરૂ થઈ રહ્યું છે. અધ્યક્ષ પદ માટેની તમામ પ્રક્રિયાઓ આગામી 24 કલાકમાં પૂર્ણ થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી માટે નીતિન નબીન સૌપ્રથમ પોતાનું નામાંકન દાખલ કર્યું છે. આ સમયે તેમની સાથે અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા અને ગડકરી જેવા અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રોનો દાવો છે કે નીતિન નબીન બિનહરીફ ચૂંટાશે અને કાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના શપથ લેશે.
સૂત્રો કહે છે કે દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના નવા પ્રમુખની ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ શાસિત રાજ્યોના લગભગ તમામ મુખ્યમંત્રીઓ, રાજ્ય પ્રમુખો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યો આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે અને નામાંકન દરમિયાન હાજર રહેશે.
નીતિન નબીનના પત્ની દીપમાલાએ પોતાની ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે અમને આ બાબતે કોઈ અંદાજો નહોતો. કે આ શું થઈ રહ્યું છે.






