મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ચોથી વખત સત્તામાં આવશું તેની કોઇ ગેરન્ટી નથી', નીતિન ગડકરી નાગપુરમાં આવું કેમ બોલ્યા?

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક સમારંભ દરમિયાન મોદી

'ચોથી વખત સત્તામાં આવશું તેની કોઇ ગેરન્ટી નથી', નીતિન ગડકરી નાગપુરમાં આવું કેમ બોલ્યા?

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક સમારંભ દરમિયાન મોદી સરકારમાં મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલેને લઇને કટાક્ષ કર્યો છે. નીતિન ગડકરીએ કહ્યું કે, આ વાતની ગેરંટી નથી કે અમારી સરકાર ચોથી વખત સત્તામાં આવશે પરંતુ આ નક્કી છે કે રામદાસ અઠાવલે મંત્રી બનશે.

ગડકરીએ અઠાવલે સાથે કરી મજાક

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે હાજર રહ્યાં હતા. કેટલીક સરકારોની કેબિનેટમાં સામેલ રહેલા કેબિનેટ સહયોગી રામદાસ અઠાવલેને લઇને ગડકરીએ કહ્યું કે, આ વાતની ગેરંટી નથી કે અમારી સરકાર ચોથી વખત સત્તામાં આવશે પરંતુ રામદાસ અઠાવલે ચોથી વખત સરકારમાં હશે તેની ગેરંટી છે. 

અઠાવલેને રાજકારણના ઉતાર-ચઢાવની સારી રીતે ખબર છે

ગડકરીએ RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવનું ઉદાહરણ આપતા કહ્યું કે, એક વખત લાલુ પ્રસાદ યાદવે રામવિલાસ પાસવાનને રાજકારણના હવામાન વૈજ્ઞાનિક કહ્યાં હતા. આ ઉપમા જણાવે છે કે અઠાવલેને રાજકારણના ઉતાર-ચઢાવ સારી રીતે ખબર હોય છે. જોકે, બાદમાં ગડકરીએ એમ કહી દીધુ કે, હું મજાક કરી રહ્યો હતો.

અઠાવલે ત્રણ વખત મંત્રી રહ્યા છે... 

મહત્ત્વપૂર્ણ છે કે રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના નેતા અઠાવલે ત્રણ વખત મંત્રી રહ્યા છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જો ભાજપ ફરી સત્તામાં આવશે તો તે ફરીથી મંત્રી બની જશે. ગડકરીએ અઠાવલને બાબા સાહેબ આંબેડકર પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

આ સમાચાર શેર કરો