મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

NIAના 5 રાજ્યોમાં 22 સ્થળો પર દરોડા, આતંકવાદી સંગઠન JeM સંબંધિત કેસમાં કાર્યવાહી

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની ગતિવિધિઓ સંબંધિત

NIAના 5 રાજ્યોમાં 22 સ્થળો પર દરોડા, આતંકવાદી સંગઠન JeM સંબંધિત કેસમાં કાર્યવાહી

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની ગતિવિધિઓ સંબંધિત કેસમાં જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, યુપી, આસામ અને દિલ્હીમાં દરોડા પાડી રહી છે. કુલ 22 જગ્યાએ આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ NIA મહારાષ્ટ્રના માલેગાંવ શહેરમાં પણ દરોડા પાડી રહી છે. શહેરના મશરીકી ઇકબાલ રોડ પર અબ્દુલ્લા નગરમાં આવેલા એક ડોક્ટરના હોમિયોપેથી ક્લિનિક પર મોડી રાતથી દરોડાનો દોર ચાલી રહ્યો છે.

NIAના 22 સ્થળો પર દરોડા

અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય તપાસ એજન્સીએ શનિવારે પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન સામે તેની તપાસના ભાગરૂપે વિવિધ રાજ્યોમાં 22 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આસામ અને દિલ્હીમાં સર્ચ ચાલુ છે.

મંગળવારે પશ્ચિમ બંગાળમાં દરોડા પાડવામાં આવ્યા હતા

અગાઉ તાજેતરમાં જ NIAએ પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાઓમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. NIAની ટીમે રાજ્યના દક્ષિણ 24 પરગણા, આસનસોલ, હાવડા, નાદિયા અને કોલકાતા જિલ્લામાં 11 સ્થળોએ શંકાસ્પદ લોકોના રહેઠાણોની વ્યાપક તપાસ હાથ ધરી હતી. એનઆઈએએ જણાવ્યું હતું કે શંકાસ્પદ લોકો સીપીઆઈ (માઓવાદી)ના સક્રિય કાર્યકર્તા હતા અને નક્સલવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવામાં સંગઠનના કમાન્ડરોને મદદ કરી હોવાનું માનવામાં આવે છે.

NIAએ કહ્યું કે સર્ચ દરમિયાન ઘણા દસ્તાવેજો, ઈલેક્ટ્રોનિક ઉપકરણો, પેમ્ફલેટ, મેગેઝીન અને હસ્તલિખિત પત્રો જપ્ત કરવામાં આવ્યા છે. NIAએ કહ્યું કે આ મામલો પોલિટબ્યુરો, સેન્ટ્રલ કમિટીના સભ્યો, કામદારો અને પ્રતિબંધિત સંગઠનના સમર્થકોના ષડયંત્ર સાથે સંબંધિત છે.

આ સમાચાર શેર કરો