ટોલ પ્લાઝા પર દ્વિચક્રી વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલવા મુદ્દે NHAI કરી સ્પષ્ટતા
સરકારે ગુરૂવારે (21 ઓગસ્ટ) કહ્યું કે, દેશભરમાં નેશનલ હાઇવે અને નેશનલ

સરકારે ગુરૂવારે (21 ઓગસ્ટ) કહ્યું કે, દેશભરમાં નેશનલ હાઇવે અને નેશનલ એક્સપ્રેસવે પર સ્થિત ટોલ પ્લાઝા પર દ્વિચક્રી વાહન પાસેથી કોઈ પ્રકારની યુઝર ફી લેવામાં નથી આવતી. હકીકતમાં સરકારનું આ સ્પષ્ટીકરણ અમુક અહેવાલ પ્રકાશિત થયા બાદ સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, NHAI ટોલ પ્લાઝા પર દ્વિચક્રી વાહન ચાલકો પાસેથી યુઝર ફી વસુલશે.
NHAIએ કરી સ્પષ્ટતા
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ટોલ પ્લાઝા પર દ્વિચક્રી વાહનો પાસેથી ટોલ વસુલવા સંબંધિત સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવતી માહિતી ખોટી છે. NHAI સ્પષ્ટ કરવા ઈચ્છે છે કે, દેશભરના નેશનલ હાઇવે અને નેશનલ એક્સપ્રેસ વે પર સ્થિત ટોલ પ્લાઝા પર દ્વિચક્રી વાહનો પર કોઈ યુઝર ફી લેવામાં નથી આવતી. નેશનલ હાઇવે પર અને નેશનલ એક્સપ્રેસવે પર યુઝર ફી રાષ્ટ્રીય રાજમાર્ગ શુલ્ક નિયમ, 2008 હેઠળ વસુલવામાં આવે છે અને દ્વિચક્રી વાહનો પર ટોલ વસુલવાનો કોઈ પ્રસ્તાવ નથી.
શું કહે છે નિયમ?
નિયમ અનુસાર, ટોલ પ્લાઝા પર યુઝર ફી ચાર અથવા વધુ પૈડાવાળા વાહનો પાસેથી લેવામાં આવે છે. જેમાં કાર, જીપ, વાન અથવા હલ્કા મોટર વાહન/ હલકા કોમર્શિયલ વાહન, હલકા મિની વાહન અથવા મિની બસ/બસ તેમજ ટ્રક/ ભારે બાંધકામ મશીનરી (HCM) તેમજ મૂવિંગ ઇક્વિપમેન્ટ (ઈએમઈ) અથવા મલ્ટી એક્સલ વાહન (એમવી) (ત્રણથી નાના એક્સલ)/મોટા આકારના વાહન (સાત અથવા તેનાથી વધુ એક્સલ) જેવી શ્રેણી સામેલ છે.
આ પહેલાં NHAIએ જણાવ્યું હતું કે, તેમણે 14 ઓગસ્ટ બાદ ફક્ત 4 દિવસમાં 5 લાખથી વધુ ફાસ્ટેગ આધારિત વાર્ષિક ટોલ પરમિટ વેચી છે, જેનાથી 150 કરોડ રૂપિયાનું મહેસૂલ પ્રાપ્ત થશે. NHAIના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ એનુઅલ પાસ દ્વારા સૌથી વધું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા.






