Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : New rule will come into effect from April 1, 2026, prices will increase at National Highway toll plazas across the country

1 એપ્રિલ-2026થી નવો નિયમ લાગુ, દેશભરના નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર વધશે ભાવ

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2026
લાઇવ ટીવીGoogle News
1 એપ્રિલ-2026થી નવો નિયમ લાગુ, દેશભરના નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર વધશે ભાવ
સોર્સ : GSTV

નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ નેશનલ હાઈવે પર મુસાફરી કરવી મોંઘી બનશે. કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલ-2026થી દેશભરના નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સના દરોમાં અંદાજે 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

App Store

વાર્ષિક પાસમાં પણ 75 રૂપિયાનો વધારો

સરકારે ખાનગી વાહન ચાલકો માટે ઉપલબ્ધ વાર્ષિક પાસની કિંમતમાં પણ વધારો કર્યો છે. અત્યાર સુધી 200 ટ્રિપ માટે જે વાર્ષિક પાસ 3000 રૂપિયામાં મળતો હતો, તેમાં નવા નાણાકીય વર્ષથી 75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયના અમલીકરણ સાથે જ દરરોજ મુસાફરી કરતા મુસાફરો, ખાનગી વાહન માલિકો અને પરિવહન વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ હવે વધુ ખર્ચ કરવો પડશે.

વાર્ષિક પાસની કિંમતમાં વધારાનું કારણ

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા દર વર્ષે નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં ટોલના દરોની સમીક્ષા કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ શુલ્કમાં વધારો કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રસ્તાઓની જાળવણી, મરામત અને બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આ વધારો કરવામાં આવ્યો છે.

સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટ સેક્ટર પર સીધી અસર

ટોલ ટેક્સમાં વધારાની સીધી અસર એવા લોકો પર પડશે જેઓ દરરોજ કામકાજ કે વ્યાપાર અર્થે નેશનલ હાઈવેનો ઉપયોગ કરે છે. ખાસ કરીને નાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ સેક્ટર સાથે જોડાયેલા લોકોના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત, માલસામાનના પરિવહનનો ખર્ચ વધવાથી અંતે તેની અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પણ પડી શકે છે.