'ઓરિસ્સાના લોકો મારા ઉત્તરાધિકારીનો નિર્ણય કરશે', પાંડિયન પર લાગેલા આરોપો પર નવીન પટનાયકે આપ્યો જવાબ
ઓરિસ્સામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો છે.ઓરિસ્સાની સત્તા પર બીજુ જનતા દળ (BJD)એ હારનો સામનો કર

ઓરિસ્સામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો છે.ઓરિસ્સાની સત્તા પર બીજુ જનતા દળ (BJD)એ હારનો સામનો કરવો પડ્યો છે. ઓરિસ્સાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે પોતાના ઉત્તરાધિકારી કોણ બનશે તેને લઇને ખુલાસો કર્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે નવીન પટનાયકના ઉત્તરાધિકારી તરીકે વીકે પાંડિયનને માનવામાં આવતા હતા.
નવીન પટનાયકે શું કહ્યું?
ઓરિસ્સાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું, "જ્યારે પણ મને મારા ઉત્તરાધિકારી વિશે પૂછવામાં આવ્યું, મે સ્પષ્ટ રીતે કહ્યું કે તે પાંડિયન નથી. હું ફરી કહેવા માંગુ છું કે ઓરિસ્સાના લોકો મારા ઉત્તરાધિકારીનો નિર્ણય કરશે."
નવીન પટનાયકે વધુમાં કહ્યું, "પાંડિયનની કેટલીક ટીકા થઇ છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે...પાંડિયન પાર્ટીમાં સામેલ થયા, તેમને કોઇ પદ નથી સંભાળ્યું, તેમને કોઇ પણ જગ્યાએથી ચૂંટણી નથી લડી."
24 વર્ષ બાદ રાજ્યની સત્તા બદલાઇ
મહત્ત્વપૂર્ણ છે કે નવીન પટનાયક ઓરિસ્સાના 24 વર્ષથી મુખ્યમંત્રી હતા. બીજેડીએ ભાજપ સાથે મળીને 2000માં પ્રથમ વખત સરકાર બનાવી હતી. જોકે, આ ગઠબંધન 2009માં તૂટી ગયું હતું. તે બાદ નવીન પટનાયક રાજ્યની સત્તામાં પરત ફર્યા અને સતત 24 વર્ષ સુધી ઓરિસ્સાના મુખ્યમંત્રી રહ્યાં. 2024ની ચૂંટણીમાં તેમના વિજય રથને ભાજપે રોક્યો છે. ઓરિસ્સા વિધાનસભાની 147 બેઠકમાંથી બીજેડીને 51 પર જીત મળી છે જ્યારે ભાજપના ખાતામાં 78 બેઠક આવી છે. તે સિવાય બીજેડીને લોકસભા ચૂંટણીમાં પણ નુકસાન થયું છે. બીજેડીનું અહીં પણ ખાતું ખુલી શક્યુ નથી. 21માંથી 20 બેઠક પર ભાજપને જીત મળી છે અને એક બેઠક કોંગ્રેસને મળી છે.








