મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પૂર્વ સીએમ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારની હત્યા, ચાકુઓથી શરીર વિંધી નાંખ્યું

Medigadda barrage: તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પર ભ્રષ્ટાચારના

પૂર્વ સીએમ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારની હત્યા, ચાકુઓથી શરીર વિંધી નાંખ્યું

Medigadda barrage: તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવનાર વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો છે. પોલીસે આ કેસમાં કોઈપણ રાજકીય પક્ષનો હાથ હોવાનો ઇનકાર કર્યો છે. આ વ્યક્તિએ પૂર્વ મુખ્યમંત્રી પર મેડીગડ્ડા બેરેજના નિર્માણમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આ બેરેજ કાલેશ્વરમ પ્રોજેક્ટનો એક ભાગ છે. બુધવારે જયશંકર ભૂપાલપલ્લી પોતાના ગામના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા.

તેમનું મોત અનેક શંકા કુશંકા પેદા કરે 

ગુરુવારે ભ્રષ્ટાચાર સંબંધિત આ કેસની કોર્ટમાં સુનાવણી થવાની હતી ત્યારે તેમનું મોત અનેક શંકા કુશંકા પેદા કરે છે. પરંતુ પોલીસે આ કેસની શરૂઆતની તપાસના આધારે કોઈ રાજકીય પક્ષનો હાથ હોવાની ના પાડી છે. જોકે તેમનું મૃત્યુ કુદરતી નહી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે.

આ મામલે એવો દાવો કરવામાં આવ્યો છે કે 50 વર્ષીય જયશંકર પર જમીન વિવાદ સાથે જોડાયેલા એક કેસમાં તેના પર હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. તેના પર બે અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા હતા. 

બે અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બુધવારે સાંજે 7:30 વાગ્યે જયશંકર જ્યારે મોટરસાઈકલ પર જઈ રહ્યો હતો ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. હુમલા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે અમે હત્યાનો કેસ દાખલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં જમીનનો વિવાદ બહાર આવ્યો છે.

જયશંકરે વર્ષ 2023માં પૂર્વ મુખ્યમંત્રી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. તેણે કોર્ટ પાસે માંગ કરી હતી કે કેસીઆર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે. આ ઉપરાંત તેની સાથે જોડાયેલા અન્ય કેટલાક લોકો સામે પણ કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. કેસીઆરના ભત્રીજા સામે પણ કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. ટી. હરીશ રાવ સાથે કેસીઆરએ તેલંગાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને સેશન્સ જજ દ્વારા આપવામાં આવેલા આદેશને સસ્પેન્ડ કરવા જણાવ્યું હતું. નીચલી કોર્ટે તેની સામે તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. તેની સામે કેસીઆર હાઈકોર્ટમાં ગયા હતા.

આ સમાચાર શેર કરો