મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા, મહારાષ્ટ્રમાં રાજકારણથી લઈને બોલીવુડ સુધીનો સૌથી ચર્ચિત ચહેરો

મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં NCP નેતા બાબા સિદ્દીકી પર બેથી ત્રણ રાઉન

NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા, મહારાષ્ટ્રમાં રાજકારણથી લઈને બોલીવુડ સુધીનો સૌથી ચર્ચિત ચહેરો

મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં NCP નેતા બાબા સિદ્દીકી પર બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન અવસાન થયું છે.

NCP અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકી પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક જાણકારી અનુસાર બાબા સિદ્દીકીને ત્રણ ગોળી વાગી હતી, જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીની બાંદ્રા ખેરવાડી સિગ્નલ ખાતેની ઓફિસ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

પોલીસે ત્રણ લોકોની કરી ધરપકડ

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, 'NCPના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીક પર અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું હતું. તેને નજીકની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.' તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે.

બાબા સિદ્દીકીને પેટમાં બે ગોળી વાગી

મળતી માહિતી મુજબ આ ઘટના દરમિયાન બાબા સિદ્દીકીને પેટમાં બે ગોળી વાગી હતી. તેમના પર કુલ ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાંથી બે ગોળી તેમના પેટમાં વાગી હતી. આ કેસમાં મુંબઈ પોલીસે સ્થળ પરથી બે લોકોની ધરપકડ પણ કરી છે. આ ઘટના બાદ મુંબઈ પોલીસે આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે.

કોણ હતા બાબા સિદ્દીકી?

બાબા સિદ્દીકીની ગણના મુંબઈમાં લઘુમતી સમુદાયના મોટા નેતાઓમાં થાય છે. તેમણે લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં તેઓ અજિત પવારના નેતૃત્વવાળી NCPમાં જોડાયા હતા. બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી પણ રાજકારણમાં સક્રિય છે. બાબા સિદ્દીકી 1999, 2004 અને 2009માં ત્રણ વખત બાંદ્રા પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ હતા. બાબા સિદ્દીકીએ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના મુંબઈ વિભાગના અધ્યક્ષનું પદ પણ સાંભળી ચુક્યા છે. બાબા સિદ્દીકીને 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતા આશિષ શેલારથી હરાવ્યા હતા.

શાહરૂખ - સલમાનના મિત્રો

શાહરૂખ ખાન અને સલમાન ખાન બોલિવૂડના સૌથી મોટા નામ છે અને તેમની સુપરસ્ટારડમ માટે ઘણી વખત સરખામણી કરવામાં આવે છે. જો કે બંને કલાકારો હવે ગાઢ મિત્રતા માટે જાણીતા છે, એક સમય એવો હતો જ્યારે તેઓ એક બીજા સાથે હાઇ-પ્રોફાઇલ વિવાદમાં ફસાયા હતા, જે એક રાજકારણી બાબા સિદ્દીકી દ્વારા સમાપ્ત થયું હતું. તે એવા નેતા હતા જેમની ઈફ્તાર પાર્ટીમાં મોટા સ્ટાર્સે હાજરી આપી હતી અને તેમણે સલમાન અને શાહરૂખ વચ્ચે મિત્રતા પણ કરાવી હતી, જેઓ તેમના ઝઘડાને કારણે હેડલાઈન્સ બન્યા હતા.

આ સમાચાર શેર કરો