મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જલપાઈગુડીમાં 1 હજારથી વધુ બાંગ્લાદેશી હિન્દુઓ ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર પહોંચ્યા

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં બાંગ્લાદેશ સરહદ પર સેંકડો બાંગ્લાદેશી

જલપાઈગુડીમાં 1 હજારથી વધુ બાંગ્લાદેશી હિન્દુઓ ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર પહોંચ્યા

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં બાંગ્લાદેશ સરહદ પર સેંકડો બાંગ્લાદેશી હિન્દુઓ નાગરિકો એકઠા થયા હતા અને દાવો કર્યો હતો કે બાંગ્લાદેશમાં તેમના પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને તેઓ ભારતમાં આશ્રય મેળવવા માંગે છે.

બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ઝાપોર્ટલા બોર્ડર આઉટપોસ્ટ વિસ્તારમાં દક્ષિણ બેરુબારી ગામ પાસે બની હતી. સરહદ સંપૂર્ણપણે સીલ હોવાથી કોઈ ભારતમાં પ્રવેશી શક્યું ન હતું. જોકે, બાદમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી) તેમને ત્યાંથી લઈ ગયા હતા. તેમણે કહ્યું કે લોકો બાંગ્લાદેશના પંચગઢ જિલ્લાના પાંચ ગામોના છે, જે જલપાઈગુડી સાથે બાંગ્લાદેશની સરહદ જોડાયેલ છે.

એક સ્થાનિકે જણાવ્યું કે કાંટાળા તારની આજુબાજુ ઉભેલા લોકો તેમને ભારતીય સરહદની અંદર જવા દેવાની વિનંતી કરી રહ્યા હતા પરંતુ અમે લાચાર હતા. તેઓએ બાંગ્લાદેશમાં તેમની સાથે બનેલી કેટલીક ભયાનક ઘટનાઓ પણ વર્ણવી હતી.

આ સમાચાર શેર કરો