મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Monsoon / આંદામાન-નિકોબારમાં ચોમાસાનું આગમન, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજાની સવારી

Monsoon 2024 : ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી વચ્ચે રવિવારે દેશના સૌથી દક્ષિણી વ

Monsoon / આંદામાન-નિકોબારમાં ચોમાસાનું આગમન, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજાની સવારી

Monsoon 2024 : ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી વચ્ચે રવિવારે દેશના સૌથી દક્ષિણી વિસ્તાર આંદામાન-નિકોબાર ટાપુઓમાં ચોમાસાનું આગમન થયું હતું. આ સાથે અહીં વરસાદની મોસમ પણ શરૂ થઈ ગઈ છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને ભારતની કૃષિ આધારિત અર્થવ્યવસ્થાની જીવાદોરી માનવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને ડાંગર જેવા પાક માટે પૂરતા પ્રમાણમાં પાણી મળે છે. 

આ પણ વાંચો : ગુજરાત પર ત્રાટકશે તૌકતે જેવું વાવાઝોડું, 5 દિવસ ભયંકર ગરમી બાદ ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આ તારીખે આવશે મેઘરાજાની સવારી

ભારતીય હવામાન વિભાગે રવિવારે કહ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું નિકોબાર પહોંચી ગયું છે. હવામાન વિભાગે કહ્યું કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું રવિવારે માલદીવ અને કોમોરિન ક્ષેત્રના ભાગો અને બંગાળની ખાડી, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્રના ભાગોમાં આગળ વધ્યું છે. ચોમાસું 31 મે સુધીમાં કેરળ પહોંચવાની ધારણા છે. ગુજરાતમાં 19થી 30 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે. 

ભારતના વિવિધ રાજ્યોમાં ચોમાસાના આગમનની સંભવિત તારીખો

કેરળ 1 થી 3 જૂન
તમિલનાડુ 1 થી 5 જૂન
આંધ્ર 4 થી 11 જૂન
કર્ણાટક 3 થી 8 જૂન
બિહાર 13 થી 18 જૂન
ઝારખંડ 13 થી 17 જૂન
૫. બંગાળ 7 થી 13 જૂન
છત્તીસગઢ 13 થી 17 જૂન
ગુજરાત 19 થી 30 જૂન
મધ્યપ્રદેશ 16 થી 21 જૂન
મહારાષ્ટ્ર 9 થી 16 જૂન
ગોવા 5 જૂન
ઓડિશા 11 થી 16 જૂન
ઉત્તરપ્રદેશ 18 થી25 જૂન
ઉત્તરાખંડ 20 થી 28 જૂન
હિમાચલ 22 જૂન
લદ્દાખ, જમ્મુ 22 થી 29 જૂન
દિલ્હી 27 જૂન
પંજાબ 26 જૂનથી 1 જુલાઈ
હરિયાણા 27 જૂનથી 1 જુલાઈ
ચંદીગઢ 28 જૂન
રાજસ્થાન 25 જૂનથી 6 જુલાઈ

આ સમાચાર શેર કરો