મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'મોદીએ દરેક ગરીબોની ગેરંટી લીધી છે', મુસ્લિમ અનામત અંગેના લાલુના નિવેદન પર કર્યા પ્રહાર

લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન મોદીનો તોફાની પ્રચાર જારી રહ્યો છે. PM મોદી આજે ચોથા તબક્કાના ચૂંટણી પ્રચાર કરવા મધ્યપ્રદેશના ધાર પહો

'મોદીએ દરેક ગરીબોની ગેરંટી લીધી છે', મુસ્લિમ અનામત અંગેના લાલુના નિવેદન પર કર્યા પ્રહાર

લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન મોદીનો તોફાની પ્રચાર જારી રહ્યો છે. PM મોદી આજે ચોથા તબક્કાના ચૂંટણી પ્રચાર કરવા મધ્યપ્રદેશના ધાર પહોંચ્યા હતા. અહીં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવને આડેહાથ લેતાં કહ્યું કે, ઈન્ડિયા એલાયન્સના એક નેતાએ જાનવરોનો ચારો ખાધો છે, જેને કોર્ટે સજા ફટકારી છે.  એમની બેશરમી તો જુઓ, કોર્ટે ગુનેગાર બતાવ્યા છતાં તેઓ જામીન પર બહાર છે. પીએમએ કહ્યું કે, મોદી ગરીબોના પુત્ર છે અને મોદીએ દરેક ગરીબોની ગેરંટી લીધી છે.

મધ્ય પ્રદેશના ધારમાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ મુસ્લિમ અનામત મામલે કોંગ્રેસની સાથે સાથે આરજેડી સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પર પણ પ્રહાર કર્યા છે. પીએમએ કહ્યું કે, કોંગ્રેસ તો OBC ક્વોટાને લૂંટીને મુસ્લિમોને અનામત આપવા માગે જ છે પરંતુ તેની સાથે તેના સાથી પક્ષો પણ આ મુદ્દે સમાજમાં ભાગલા પાડનારા નિવેદનો આપી રહ્યા છે. મુસ્લિમ અનામત પર આરજેડી નેતાના નિવેદન પર કોંગ્રેસ મૌન છે.

પીએમ મોદીએ લાલુને આડેહાથ લેતા કહ્યું કે, બિહારમાં ઘાસચારો ચરી જવા માટે ઓળખાતા નેતાએ કોંગ્રેસ કરતા એક ડગ આગળ વધીને કહી દીધું કે, મુસ્લિમોને સંપૂર્ણ અનામત મળવું જ જોઈએ. આનો અર્થ શું છે? શું SC, ST અને OBC સમાજનું અનામત મુસ્લિમોને આપી દેવું જોઈએ? તેમણે માત્ર મુસ્લિમોને અનામત આપવાની વાત કરી છે. આ લોકો OBC અનામતને કાપીને મુસ્લિમોને અનામત આપવા માગે છે. પરંતુ આવા નિવેદનોએ તો વધુ ખતરનાક ષડયંત્રનો ખુલાસો કરી દીધો છે. ચોંકાવનારી વાત એ છે કે, તેઓ આ નિવેદન એ દિવસે આપી રહ્યા છે જે દિવસે વોટિંગ થઈ રહ્યું છે. આ લોકોના ઈરાદા સ્પષ્ટ થઈ ગયા છે. 

શું કહ્યું હતું લાલુ પ્રસાદ યાદવે?

આ પહેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે આજે પત્રકારો સાથે વાત કરતા પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેઓ તો બંધારણને જ ખતમ કરવા માગે છે, તેઓ લોકતંત્રને જ સમાપ્ત કરી દેવા માગે છે. લાલુ પ્રસાદે કહ્યું કે, જનતાને તેમની બધી વાતો સમજાઈ રહી છે. આ દરમિયાન લાલુ પ્રસાદે કહ્યું કે, મુસ્લિમોને સંપૂર્ણ અનામત મળવું જ જોઈએ. 

બીજી તરફ આરજેડી સુપ્રીમોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જંગલ રાજ વાળા નિવેદન પર પ્રહાર કરતા કહ્યું કે, આ દેશવાસીઓને  ઉશ્કેરતું નિવેદન છે.

આ સમાચાર શેર કરો