હૈદરાબાદમાં મેસ્સીએ રાહુલ ગાંધી, રેવંત રેડ્ડી સાથે કરી મુલાકાત, રમશે ફ્રેન્ડલી મેચ
આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સી શનિવારે સાંજે "GOAT India Tour 2025" કોલકત્તામાં ખરાબ શરૂઆત

આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સી શનિવારે સાંજે "GOAT India Tour 2025" કોલકત્તામાં ખરાબ શરૂઆત બાદ પ્રવાસના બીજા તબક્કા માટે શનિવારની સાંજે હૈદરાબાદ પહોંચી ગયા છે. નિઝામોના શહેરમાં તેમનો કાર્યક્રમ સાંજે 7:50 વાગ્યે એક પ્રદર્શન મેચથી શરૂ થઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી મેસ્સીને તાજ ફલકનુમા પેલેસમાં મળ્યા હતા. ફ્રેન્ડલી મેચમાં મેસ્સી અને ઇન્ટર મિયામીના તેમના સમકક્ષ રોડ્રિગો ડી પોલ અને લુઈસ સુઆરેઝ મેદાનમાં ઉતરશે.
અગાઉ કોલકાતામાં 50 હજાર દર્શકો સોલ્ટ લેક સ્ટેડિયમમાં લાચાર જોવા મળ્યા કારણ કે, રાજકારણીઓ, VVIP અને સુરક્ષા કર્મચારીઓએ ભીડને નિયંત્રિત કરવાને બદલે મેસ્સી સાથે સેલ્ફી લેવા તેને ઘેરીને ઊભા રહી ગયા. જેના કારણે ફૂટબોલ ચાહકો ગુસ્સે થયા હતા, જેમાંથી ઘણાએ ઇવેન્ટ માટે ₹4,000 થી ₹12,000 સુધીની ટિકિટ ખરીદી હતી, કેટલાકે કાળા બજારમાં ₹20,000 સુધીની રકમ પણ ચૂકવી હતી.
2022 ફિફા વર્લ્ડ કપ વિજેતા આર્જેન્ટિના ટીમના સભ્ય લિયોનેલ મેસ્સીએ શનિવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના પ્રવેશદ્વાર પર વિશ્વની સૌથી ઊંચી 70 ફૂટની લોખંડની પ્રતિમાનું અનાવરણ કર્યું. આર્જેન્ટિનાના આ દિગ્ગજ ખેલાડી નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર વહેલી સવારે ખાનગી જેટ દ્વારા પહોંચ્યાના કલાકો પછી હયાત હોટેલથી રિમોટ કંટ્રોલ દ્વારા VIP રોડ પર સ્થિત પ્રતિમાનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યું. આ કાર્યક્રમ દરમિયાન ઇન્ટર મિયામીના ઘણા ખેલાડીઓ અને હિન્દી ફિલ્મ સુપરસ્ટાર શાહરૂખ ખાન હાજર હતા.






