મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'મસૂદ અઝહરે રચ્યુ હતું સંસદ અને 26/11 હુમલાનું ષડયંત્ર', જૈશ કમાન્ડરના ખુલાસા બાદ પાકિસ્તાનનો પર્દાફાશ

પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર મસૂદ ઇલિયાસ કાશ્મીરીએ આતંકવાદીઓને

'મસૂદ અઝહરે રચ્યુ હતું સંસદ અને 26/11 હુમલાનું ષડયંત્ર', જૈશ કમાન્ડરના ખુલાસા બાદ પાકિસ્તાનનો પર્દાફાશ

પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર મસૂદ ઇલિયાસ કાશ્મીરીએ આતંકવાદીઓને રક્ષણ આપનારા પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે. ઇલિયાસ કાશ્મીરીએ કબૂલ કર્યું કે દિલ્હી અને મુંબઇમાં આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ મસૂદ અઝહર હતો. જૈશના કમાન્ડરના ખુલાસા બાદ શાહબાજ શરીફની ઊંઘ ઉડી જશે. એક વીડિયોમાં જૈશના કમાન્ડરે કબૂલ કર્યું કે સંગઠનનો વડા મસૂદ અઝહર સંસદ હુમલા અને 26/11 મુંબઇ હુમલા પાછળનો માસ્ટરમાઇન્ડ હતો.

જૈશ કમાન્ડરે પાકિસ્તાનની પોલ ખોલી

ઇલિયાસ કાશ્મીરીએ મસૂદ અઝહરની આતંકી ગતિવિધિની જ પૃષ્ટી નથી કરી એવો પણ ખુલાસો કર્યો કે બાલાકોટ અને બહાવલપુરમાં જૌશ-એ-મોહમ્મદના ઠેકાણા રહ્યા છે. પાકિસ્તાન વારંવાર પોતાની ધરતી પર આતંકીઓને રક્ષણ આપવાનો ઇનકાર કરતું રહ્યું છે. ઇલિયાસની કબૂલાતે પાકિસ્તાનને આખી દુનિયા સામે એક્સપોઝ કરી દીધુ છે. ઇલિયાસે કહ્યું કે અઝહર બાલાકોટમાં હતો, જેને 2019માં ભારતે એરસ્ટ્રાઇકમાં નિશાન બનાવ્યું હતું.

મસૂદ અઝહરે દિલ્હી અને મુંબઇમાં હુમલા કરાવ્યા

જૈશ કમાન્ડર મસૂદ ઇલિયાસ કાશ્મીરીએ વીડિયોમાં કહ્યું, "દિલ્હીની તિહાડ જેલમાંથી મૌલાના મસૂદ અઝહર પાકિસ્તાન આવે છે, તેના મિશનને પૂર્ણ કરવા માટે બાલાકોટની માટીએ તેને રક્ષણ આપ્યું. અહીંની માટીના અમે આભારી છીએ. આ માટીને કયામત સુધી યાદ રાખવામાં આવશે. દિલ્હી અને મુંબઇમાં હુમલો કરાવનાર મૌલાના મસૂદ અઝહર આ માટી પર જોવા મળે છે."

ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરનો પરિવાર માર્યો ગયો

જૈશ કમાન્ડરે કહ્યું કે 7 મેએ ભારતીય વાયુસેનાએ જૈશના બહાવલપુર કાર્યાલય, જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ પર એર સ્ટ્રાઇક કરી હતી જેમાં મસૂદ અઝહરના પરિવારના કેટલાક સભ્ય માર્યા ગયા હતા. જૈશના કમાન્ડરે ખુલાસો કર્યો કે પાકિસ્તાન સેનાના ટોચના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો હતો કે તે બહાવલપુરમાં માર્યા ગયેલા જૈશના આતંકીઓના અંતિમ સંસ્કારમાં સામેલ થાય. પાકિસ્તાનના કેટલાક સૈન્ય અધિકારી આતંકીઓના જનાજામાં સામેલ થતા જોવા મળ્યા હતા. તે સમયે ભારતે આતંકીઓને રાજકીય સમ્માન આપવા પર પાકિસ્તાનને ફટકાર લગાવી હતી.

આ સમાચાર શેર કરો