Video: દિલ્હી પોલીસને મોટી સફળતા, 'ટિલ્લુ તાજપુરિયા ગેંગ'ના કુખ્યાત સભ્ય પવન કુમાર ઉર્ફે 'મક્ખી'ની ધરપકડ કરી

સોર્સ: gstv

અલીપુર પોલીસ સ્ટેશનમાં ૨૯ ઓક્ટોબરના રોજ પ્રોપર્ટી ડીલર રાકેશ કુમારે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ ૨૭ ઓક્ટોબરે પવન કુમાર ઉર્ફે મક્ખી અને નરેન્દ્ર ઉર્ફે ભોલુએ તેમનું સ્કોર્પિયો ગાડીમાં બળજબરીથી અપહરણ કર્યું હતું. અલગ-અલગ સ્થળોએ બંધક બનાવી રાખી આરોપીઓએ પિસ્તોલ તાકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અગાઉનો કેસ પાછો ખેંચવા અને કોર્ટમાં જુબાની ન આપવા માટે આરોપીઓએ બળજબરીથી સમાધાન દસ્તાવેજ પર સહી પણ કરાવી લીધી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત