Video: ખાટુ શ્યામજીથી પરત ફરતાં અકસ્માત

સોર્સ: gstv

મહારાષ્ટ્રના ધુળે જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ખાટુ શ્યામજીનાં દર્શન કરીને પરત ફરી રહેલા અમરાલે ગામના શ્રદ્ધાળુઓની ક્રૂઝર ગાડીનો કોટા-ઉદયપુર હાઈવે પર અકસ્માત થયો છે. હાઈવે પર ઊભેલી ટ્રક સાથે ક્રૂઝર ગાડી અથડાતાં નવ શ્રદ્ધાળુઓનાં મોત નીપજ્યાં છે, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના સમાચાર મળતાં જ મૃતકોના પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતકોનાં નિવાસસ્થાને શોક વ્યક્ત કરવા લોકો પહોંચી રહ્યા છે. સ્થાનિક નરેન્દ્ર પવારે સમગ્ર ઘટના અંગે માહિતી આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત