Video: અઝમગઢમાં ખાટુ શ્યામ મંદિરના નિર્માણ દરમિયાન સ્લેબ ધરાશાયી, 1નું મોત

ઉત્તર પ્રદેશના અઝમગઢ જિલ્લામાં નિર્માણાધીન ખાટુ શ્યામ મંદિર પરિસરમાં સ્લેબ ભરાઈ રહ્યો હતો ત્યારે અચાનક આખો સ્લેબ ધરાશાયી થઈ જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કામ કરી રહેલા મજૂરો કાટમાળ નીચે દટાયા હતા, જેમાં એક મજૂરનું ઘટનાસ્થળે જ નીપજ્યું હતું અને અન્ય ત્રણ મજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ દળની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. તમામ ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
જાહેરાત







