Video: "રાહુલ બાબાના પેટમાં કેમ દુખે છે?" મતદાર યાદીમાં 3 કરોડ ઘૂસણખોરો : કોંગ્રેસ ઉપર વરસ્યા અમિત શાહ

સોર્સ: gstv

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેલંગાણાના હૈદરાબાદ ખાતે કોંગ્રેસ પક્ષ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પક્ષ બોગસ વોટિંગ (નકલી મતદાન)ના સહારે ચૂંટણીઓ જીતવાનો અને કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે.

"એક વ્યક્તિના બે વોટ રદ થવા જોઈએ કે નહીં?"

જાહેરાત

કાર્યક્રમને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે સવાલ ઉઠાવ્યો હતો કે, "જો કોઈ એક વ્યક્તિ પાસે બે મત હોય, તો તેમાંથી એક મત રદ થવો જોઈએ કે નહીં? કોંગ્રેસ પક્ષ બોગસ વોટિંગ દ્વારા ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવા માંગે છે." તેમણે સ્પષ્ટ કર્યું કે મતદાર યાદીની શુદ્ધતા અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે આવા બેવડા નામો દૂર કરવા અત્યંત આવશ્યક છે.

'રાહુલ બાબાના પેટના દુખાવા'નું કારણ શું?

વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, "હવે આપણે 'રાહુલ બાબા'ના પેટના દુખાવાના અસલી કારણ પર આવીએ. દેશમાં અંદાજે ત્રણ કરોડ મતો એવા છે કે જેમના નામે મત છે તે લોકો વાસ્તવમાં અસ્તિત્વમાં જ નથી. આ નામો વાસ્તવમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના છે."

તેમણે ઉમેર્યું કે ચૂંટણી પંચ દ્વારા જ્યારે પણ મતદાર યાદીમાંથી આવા બોગસ, ગેરકાયદે અને ઘૂસણખોરોના નામો હટાવવાની પારદર્શક કામગીરી કરવામાં આવે છે, ત્યારે કોંગ્રેસ પક્ષ પોતાની વોટબેંક ખતરામાં પડતી જોઈને વિરોધ અને રાજકારણ શરૂ કરી દે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત