મુખ્ય સામગ્રી પર જાઓ

"જ્ઞાનેશ કુમારને CEC પદ પરથી હટાવીને જેલમાં મોકલીશું, તેમના વિના મોદી PM ન બન્યા હોત," રામલીલા મેદાનમાં બોલ્યા રાહુલ ગાંધી

"જ્ઞાનેશ કુમારને CEC પદ પરથી હટાવીને જેલમાં મોકલીશું, તેમના વિના મોદી PM ન બન્યા હોત," રામલીલા મેદાનમાં બોલ્યા રાહુલ ગાંધી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દિલ્હીના રામલીલા મેદાનમાં આજે ઈન્ડિયા ગંઠબંધનની વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના નેતા તેજસ્વી યાદવ, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સહિતના નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા.

રેલીમાં વિપક્ષી દળોના નેતાઓ અને કાર્યકર્તાઓનો મોટો કાફલો પહોંચ્યો હતો, મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ વચ્ચે પોલીસ પણ એલર્ટ મોડમાં હતી. સમગ્ર દિલ્હી એક છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. કાર્યક્રમ સ્થળ પર 4 હજાર પોલીસ કર્મી, CRPFની ટુકડીઓ પણ હાજર રહી હતી.

જાહેરાત

આ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, "અમારો ધર્મ કહે છે કે કોઈ દુશ્મન નથી. આપણે કોઈની પણ સાથે નફરત ન કરવી જોઈએ. આપણે દરેક વ્યક્તિ પાસેથી શીખવું જોઈએ અને પ્રેમથી કામ કરવું જોઈએ. આપણે દરેક વ્યક્તિના અવાજનું રક્ષણ કરવું જોઈએ, પછી ભલે તે હરોળમાં સૌથી છેલ્લે ઊભેલી વ્યક્તિ હોય, પછી તે હિન્દુ, મુસ્લિમ, શીખ, આદિવાસી, દલિત, મહિલા કે દિવ્યાંગ વ્યક્તિ હોય. આપણે સૌનું રક્ષણ કરવાનું છે. પ્રેમની દુકાન ખુલવા જઈ રહી છે, અને આ દેશ ફરી એકવાર સાચા માર્ગ પર ચાલવા જઈ રહ્યો છે."

તેમણે વધુમાં કહ્યું કે, "હું તમને કહું છું કે, બિચારા જ્ઞાનેશ કુમાર રાત્રે સૂઈ શકતા નથી. મને દુઃખ થાય છે કે જ્ઞાનેશ કુમાર ડરેલા છે અને રાત્રે સૂઈ શકતા નથી. પરંતુ તેમણે સૌથી મોટો ગુનો કર્યો છે. રાષ્ટ્રના અવાજ અને આત્માને દબાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, અમે નફરત કે દુશ્મનાવટ રાખનારા લોકો નથી. અમે પ્રેમમાં માનનારા લોકો છીએ. અમે આ દેશમાં ફરીથી પ્રેમ અને ભાઈચારો પાછો લાવવા માંગીએ છીએ. આ વિરોધ પ્રદર્શન કોઈ એક પક્ષ કે નેતાનું નથી. આ એક સંયુક્ત વિરોધ છે. આ ભારતનો વિરોધ છે, ભારતનો અવાજ છે."

આ સમાચાર શેર કરો

જાહેરાત