Video: પંજાબ વિધાનસભા ચૂંટણી માટે આપે 40 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

પંજાબના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે...આગામી 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી એ પોતાના 40 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે....પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પંકજ કૃષ્ણ ગુપ્તા દ્વારા જારી કરાયેલી આ યાદીમાં માલવા, માઝા અને દોઆબા ક્ષેત્રોના દિગ્ગજ નેતાઓને સ્થાન મળ્યું છે. મહત્વપૂર્ણ છે કે, મુખ્યમંત્રી ભગવંત માનને તેમના પરંપરાગત ધુરી મતવિસ્તારમાંથી જ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે... વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાનને કોટકપુરાથી અને કેબિનેટ મંત્રી સંજીવ અરોરાને લુધિયાણા પશ્ચિમથી ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીના આ પ્રારંભિક પગલાથી સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી પંજાબમાં પોતાની સત્તા જાળવી રાખવા માટે અત્યારથી જ મેદાનમાં સક્રિય થઈ ગઈ છે. વધુ અપડેટ્સ માટે જોતા રહો અમારી સાથે.





