Video: બારાબંકીમાં ગમખ્વાર અકસ્માત

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પૂરપાટ ઝડપે આવી રહેલી પિકઅપે ઈ-રિક્ષાને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દેવા વિસ્તારમાં સલારપુર ગામ નજીક સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના કરૂણ મોત થયા છે જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ટ્રોમા સેન્ટર ખસેડવામાં આવ્યા હતા. ટ્રોમા સેન્ટરમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ટ્રોમા સેન્ટરના ઈએમઓ પુષ્પરાજ રાણાએ અકસ્માત અને ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે માહિતી આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત