મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'SRESAN ફાર્માને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે', કોલ્ડ્રિફ કફ સિરપ મોત મામલે મોટી કાર્યવાહી 

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોલ્ડરિફ કફ સિરપના કારણે અનેક બાળકોના મોત થયા છે. આ મામલે કાર્યવાહી કરતા SRESAN ફા

'SRESAN ફાર્માને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે', કોલ્ડ્રિફ કફ સિરપ મોત મામલે મોટી કાર્યવાહી 

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોલ્ડરિફ કફ સિરપના કારણે અનેક બાળકોના મોત થયા છે. આ મામલે કાર્યવાહી કરતા SRESAN ફાર્માને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાર દાયકાથી વધુ સમયથી તમિલનાડુમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સક્રિય રહેલા જી. રંગનાથનની મધ્યપ્રદેશમાં કફ સિરપના કારણે 20 બાળકોના મૃત્યુના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી છે. 73 વર્ષીય રંગનાથન મદ્રાસ મેડિકલ કોલેજમાંથી ફાર્મસીની ડિગ્રી ધરાવે છે.

તેમણે સૌપ્રથમ 1980ના દાયકામાં "પ્રોનિટ" નામની પોષક સિરપ સાથે ફાર્માસ્યુટિકલ બજારમાં પગ માંડ્યો હતો. આ સિરપ ગર્ભવતી સ્ત્રીઓ માટે હતી અને ઝડપથી ચેન્નાઈમાં ઘર-ઘરમાં જાણીતી બની ગઈ. પ્રોનિટ પછી રંગનાથને ધીમે ધીમે તેમની કંપનીનો વિસ્તાર કર્યો. અહેવાલો અનુસાર 1990માં તેમણે "શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ" ની સ્થાપના કરી હતી. 

મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશમાં ઝેરી કફ સિરપના કારણે આશરે 20 બાળકોના મોત થયા છે, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ ચારથી વધુ બાળકોના મોત થયાની તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સીઓએ કંપનીના માલિક જી. રંગનાથનની 9 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં કફ સિરપના કારણે બાળકોના મૃત્યુ અંગે મહત્વપૂર્ણ વિગતો બહાર આવવાની અપેક્ષા છે.

અગાઉ મધ્યપ્રદેશ પોલીસે આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને શ્રીસન ફાર્માસ્યુટિકલ કંપનીના ફરાર માલિકો પર ઈનામની જાહેરાત કરી હતી. પોલીસે આરોપીઓને પકડવામાં મદદ કરનાર કોઈપણ વ્યક્તિને ₹20,000 નું રોકડ ઈનામ જાહેર કર્યું હતું. વધુમાં, કંપનીના ફરાર માલિકોની ઝડપી ધરપકડ સુનિશ્ચિત કરવા માટે એક ખાસ SIT ટીમની રચના કરવામાં આવી હતી, જેના પરિણામે રંગનાથનની ધરપકડ કરવામાં આવી હતી.
 

આ સમાચાર શેર કરો