અમેઠી હત્યાકાંડનો મુખ્ય આરોપી ગણતરીના કલાકોમાં પોલીસના સકંજામાં
અમેઠી હત્યાકાંડના મુખ્ય આરોપી ચંદન વર્માની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. આરોપીએ ગતમોડી રાત્રે ઘરમાં ઘૂસી

અમેઠી હત્યાકાંડના મુખ્ય આરોપી ચંદન વર્માની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. આરોપીએ ગતમોડી રાત્રે ઘરમાં ઘૂસીને એક જ પરિવારના ચાર લોકોની હત્યા કરી દીધી હતી.
આ કેસની વિગત એવી છે કે, ઉત્તર પ્રદેશના અમેઠીમાં શિવરતનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરમાં ઘૂસીને શિક્ષક સહિત સમગ્ર પરિવારને ગોળી મારી દીધી હતી. ગોળી વાગતાં શિક્ષક, તેની પત્ની અને તેના બે બાળકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મુખ્યમંત્રી યોગીએ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાએ અમેઠીની ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સીએમ યોગીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા હતા. તેમજ અધિકારીઓને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.






