'કારને બોમ્બથી ઉડાવી દઇશ', એકનાથ શિંદેને મળી જાનથી મારી નાખવાની ધમકી
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ઇમેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ઇમેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ઇમેલ કરનારાએ શિવસેના નેતાની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. મુંબઇ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આ ઘટનાને લઇને તપાસ હાથ ધરી છે.
એકનાથ શિંદેની સુરક્ષા વધારાઇ
શિવસેના નેતા એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી ત્યારે મળી જ્યારે તે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના શપથગ્રહણ સમારંભમાં સામેલ થવા માટે દિલ્હીમાં હતા.
ઇમેલ દ્વારા ધમકી મળતા જ મહારાષ્ટ્ર પોલીસે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. આ પ્રથમ વખત નથી જ્યારે શિંદેને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. આ પહેલા પણ ફેબ્રુઆરી 2024માં એક કોલેજ વિદ્યાર્થીએ એકનાથ શિંદે અને તેમના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ધમકી સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવી હતી જે બાદ પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. 11 ફેબ્રુઆરી 2024માં એકનાથ શિંદે અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં 19 વર્ષીય એક વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી.








