મહારાષ્ટ્ર: ભાજપની બાતમી અને ભાવિ મુખ્યમંત્રીનો ચહેરો! વિનોદ તાવડેનું પોલિટિકલ એન્કાઉન્ટર?
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસા

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો આરોપ લાગતા વિવાદ થયો છે. દાવો કરવામાં આવ્યો કે વિનોદ તાવડેએ લોકોને લાલચ આપવા માટે પૈસા વહેંચ્યા હતા. જોકે, તાવડેએ આ આરોપોને ફગાવી દીધા છે અને તપાસની માંગ કરી છે. વિનોદ તાવડેના 'Cash for Vote' કેસને લઇને રાજકારણ ગરમાયું છે. મહત્ત્વપૂર્ણ છે કે વિનોદ તાવડે મહારાષ્ટ્રમાં મહાયુતીનો ભાવિ મુખ્યમંત્રીનો ચહેરો માનવામાં આવી રહ્યાં હતા.
શું છે ઘટના?
પાલઘરના નાલાસોપારા વિધાનસભા વિસ્તારમાં એક હોટલની બહાર બહુજન વિકાસ અઘાડીના કાર્યકર્તાઓએ હંગામો કર્યો હતો. હોટલની અંદર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેની બેઠક ચાલકી હતી. બહુજન વિકાસ અઘાડીના ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુર અને તેમના કાર્યકર્તાઓએ ભાજપ પર પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો હતો.
ક્ષિતિજ ઠાકુરે દાવો કર્યો, કેટલાક ભાજપના નેતાઓએ મને જણાવ્યું કે ભાજપ મહાસચિવ વિનોદ તાવડે મતદારોને પ્રભાવિત કરવા માટે 5 કરોડ રૂપિયા વહેંચવા માટે વિરાર આવી રહ્યાં છે. મને લાગ્યુ કે તેમના જેવા રાષ્ટ્રીય નેતા આટલું નાનુ કામ નહીં કરે પછી મે ત્યા જઇને જોયું હતું. હું ચૂંટણી પંચને તેમના અને ભાજપ વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આગ્રહ કરૂ છું. BVA ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે જે હોટલમાં તાવડે રોકાયા હતા ત્યાં CCTV રેકોર્ડિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ આપી પ્રતિક્રિયા
શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મે તુળજાભવાની મંદિરમાં પૂજા-અર્ચના કરી અને પ્રાર્થના કરી કે મહારાષ્ટ્રમાં ભ્રષ્ટ રાક્ષસોનું રાજ ખતમ થાય. મેં પ્રાર્થના કરી છે કે,એવી સરકાર આવે જે મહારાષ્ટ્રની સંસ્કૃતિ બચાવશે. અહીં આવતા સમયે પણ મારી બેગની તપાસ કરવામાં આવી પરંતુ કંઇ ના મળ્યું. મને ખબર પડી કે વિનોદ તાવડેના બેગમાંથી પૈસા મળ્યા હતા. કાલે અનિલ દેશમુખ પર હુમલામાં ઉપયોગ કરવામાં આવેલા પથ્થરની તપાસ કોણ કરશે?
આ પણ વાંચો: VIDEO: મહારાષ્ટ્રમાં વોટિંગ પહેલા મોટી બબાલ, ભાજપ મહાસચિવ વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો આરોપ
ભાજપની યોજનાનો પર્દાફાશ થયો- સંજય રાઉત
શિવસેનાના સંજય રાઉતે કહ્યું કે ભાજપની યોજનાનો પર્દાફાશ થયો છે. ઠાકુરે તે કર્યું છે જે ચૂંટણી પંચે કરવું જોઇતું હતું. ચૂંટણી પંચના અધિકારી અમારી બેગની તપાસ કરે છે અને અમારી તપાસ કરે છે છતાં પણ ભાજપના આ લોકો પર આવી કોઇ તપાસ થતી નથી.








