મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, દેવેન્દ્ર ફડણવીસ આ બેઠક પરથી લડશે ચૂંટણી
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે રવિવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જ

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે રવિવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નાગપુર સાઉથ વેસ્ટથી ટિકિટ આપી છે. જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેને કામઠી વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ભાજપ મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનમાં ચૂંટણી લડવા જઈ રહ્યું છે. જેમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ), અને એનસીપી (અજિત પવાર) પક્ષ સામેલ છે. બેઠક ફાળવણી મુદ્દે છેલ્લા કેટલાક દિવસો સુધી યોજાયેલી લાંબી બેઠકો બાદ ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આશિષ શેલાર બાંદ્રા પશ્ચિમ, છત્રપતિ શિવેન્દ્ર રાજે ભોંસલે સતારાથી ચૂંટણી લડશે.
13 મહિલા ઉમેદવારને ટિકિટ આપી
ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 99 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જે પૈકી 13 મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે.
20મી નવેમ્બરે મતદાન
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો પર એક તબક્કામાં એટલે કે 20મી નવેમ્બરે મતદાન થશે, જ્યારે પરિણામ 23મી નવેમ્બરે આવશે.








