મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદી-CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ નવા વર્ષની પાઠવી શુભકામના

દેશભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. નવા વર્ષમાં કાશ્મીરથી લઇને કન્યાકુમ

PM મોદી-CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ નવા વર્ષની પાઠવી શુભકામના

દેશભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. નવા વર્ષમાં કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ નવા વર્ષની શુભકામના પાઠવી હતી.

PM મોદીએ નવા વર્ષની શુભકામના પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષ 2025ના પ્રસંગે શુભકામના પાઠવી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા લખ્યુ, 'આ વર્ષ તમામ માટે નવા પ્રસંગ, સફળતા અને અનેક ખુશીઓ લઇને આવશે. તમામને ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ મળે.'

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ પાઠવી શુભકામનાઓ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ 2025ના નવા વર્ષની શુભકામના પાઠવી હતી. રાજનાથ સિંહે લખ્યુ, 'તમને બધાને નવા વર્ષની શુભકામનાઓ. આ વર્ષ તમારા બધા માટે સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય લઈને આવે, આ જ મારી મંગલકામના છે.'

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર 2025ના નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ભૂપેન્દ્ર પટેલે લખ્યુ, 'આ વર્ષ બધા માટે આનંદ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના. ચાલો આપણે સૌ પ્રગતિ, એકતા અને ઉજ્જવળ ભવિષ્ય માટેનો માર્ગ મોકળો કરીને વિક્ષિત ભારત અને વિકસીત ગુજરાત તરફ સાથે મળીને કામ કરીએ.'

આ સમાચાર શેર કરો