મનમોહન સિંહ, રઘુરામ રાજન, પિત્રોડા..પહેલા પણ થઇ ચુકી છે લેટરલ એન્ટ્રી, ભાજપના કોંગ્રેસ પર પ્રહાર
UPSCએ એક જાહેરાત બહાર પાડીને કહ્યું કે, લેટરલ એન્ટ્રી દ્વારા સરકારમાં કેટલાક અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવ

UPSCએ એક જાહેરાત બહાર પાડીને કહ્યું કે, લેટરલ એન્ટ્રી દ્વારા સરકારમાં કેટલાક અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવશે. આ લેટરલ એન્ટ્રીને લઇને વિવાદ ઉભો થયો છે. જ્યારે લેટરલ એન્ટ્રી દ્વારા અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવશે તો UPSCની પરીક્ષા આપવાની કોઇ જરૂરીયાત નથી. તેમના ઉપર અનામત પણ લાગુ થતું નથી. એવામાં સમાન તક દરેક જાતિ અને વર્ગના વ્યક્તિને મળે છે.
લેટરલ એન્ટ્રી: કોંગ્રેસનું શું કહેવું છે?
હવે આ લેટરલ એન્ટ્રીને લઇને એક વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર જો લેટરલ રીતે અધિકારીઓની નિયુક્તિ કરશે તે સ્થિતિમાં ઓબીસી, એસસી,એસટી વર્ગ અનામત પ્રભાવિત થશે, આ સમાજમાંથી આવતા લોકોને અધિકારી બનવાની તક નહીં મળે. હવે કેટલાક દિવસ સુધી કોંગ્રેસ આ વાતને લઇને સરકાર પર પ્રહાર કરી રહી છે પરંતુ હવે ભાજપે પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપ તરફથી બે પોઇન્ટને આધાર બનાવીને કોંગ્રેસ પર નિશાન સાધવામાં આવ્યું છે.
લેટરલ એન્ટ્રી પર ભાજપે કરી સ્પષ્ટતા
ભાજપનું કહેવું છે કે લેટરલ એન્ટ્રીની પ્રથા કોઇ આજની નથી પણ કોંગ્રેસ રાજમાં જ તેની શરૂઆત થઇ હતી. બીજો પોઇન્ટ આ છે કે એક જમાનામાં મનમોહન સિંહથી લઇને રઘુરામ રાજન સુધીના સરકારી પદો માટે લેટરલ એન્ટ્રી થઇ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વિસ્તારથી આ વાત જણાવી છે. અશ્વિની વૈષ્ણવે 1971માં મનમોહન સિંહને વિદેશ મંત્રાલયમાં આર્થિક સલાહકાર બનાવવાની વાત આવી હતી ત્યારે તેમની લેટરલ એન્ટ્રી જ કરાવવામાં આવી હતી. આ સિવાય અશ્વિની વૈષ્ણવે સેમ પિત્રોડા, વી કૃષ્ણમૂર્તિ, બિમલ જાલાન, રઘુરામ રાજનના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. ભાર આપીને કહેવામાં આવ્યું કે આ કોંગ્રેસનો દંભ છે કે તે આ મુદ્દા પર રાજકારણ રમી રહ્યું છે.
લેટરલ એન્ટ્રીનો કોન્સેપ્ટ સમજો
લેટરલ એન્ટ્રીને લઇને આ વાત સમજવી જરૂરી છે કે આ પ્રક્રિયામાંથી આવનારા લોકો કેન્દ્રીય સચિવાલયનો ભાગ બનશે જેમાં તે સમય સુધી માત્ર અખિલ ભારતીય સેવા/કેન્દ્રીય સિવિલ સેવામાંથી આવનારા IAS જ સેવા આપતા હતા. લેટરલ એન્ટ્રીથી આવતા લોકોને ત્રણ વર્ષ સુધીના કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવશે જેને પાંચ વર્ષ સુધી વધારવામાં આવી શકે છે.
પહેલા પણ થઇ હતી લેટરલ એન્ટ્રીથી નિયુક્તિ?
ભલામણના આધાર પર લેટરલ એન્ટ્રી દ્વારા પ્રથમ વખત 2018માં ખાલી પદો માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી પરંતુ ત્યારે માત્ર જોઇન્ટ સેક્રેટરી સ્તરના પદો માટે જ લોકોની માંગ કરવામાં આવી હતી. તે બાદ ડાયરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરીના પદ પણ તેમાં સામેલ કરવામાં આવ્યા હતા. કેબિનેટની નિયુક્તિ સમિતિ (ACC) દ્વારા નિયુક્ત કરવામાં આવેલા જોઇન્ટ સેક્રેટરી, કોઇ પણ વિભાગમાં ત્રીજા સૌથી મોટા હોદ્દા (સચિવ અને નાયબ સચિવ) પર હોય છે. જોઇન્ટ સેક્રેટરી વિભાગમાં એક વિંગ પ્રશાસનિક પ્રમુખના રૂપમાં કામ કરે છે.








