લદ્દાખનાં પ્રદર્શનકારીઓએ સરકાર સાથે વાતચીત કરવાનો કર્યો સાફ ઇનકાર, મૂકી આ શરત
લેહ એપેક્સ બોડી (LAB) એ સોમવારે જાહેરાત કરી હતી કે લદ્દાખમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્

લેહ એપેક્સ બોડી (LAB) એ સોમવારે જાહેરાત કરી હતી કે લદ્દાખમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી તે ગૃહ મંત્રાલય સાથે વાતચીત નહીં કરે. લેહ એપેક્સ બોડીના અધ્યક્ષ થુપસ્તાન છેવાંગે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 'અમે સર્વાનુમતે એ વાત પર સંમત થયા છીએ કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લદ્દાખમાં શાંતિ પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી અમે કોઈપણ વાટાઘાટોમાં ભાગ નહીં લઈએ.'
ગૃહ મંત્રાલયને ખાસ અપીલ
તેમણે કહ્યું, 'અમે ગૃહ મંત્રાલય, કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટ અને વહીવટીતંત્રને વિનંતી કરીએ છીએ કે, લદ્દાખમાં ભય, શોક અને આક્રોશનું વાતાવરણને દૂર કરવા માટે પગલાં લે.'
શું છે ઘટના?
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચીમાં સામેલ કરવાની માંગને લઇને પર્યાવરણવિદ સોનમ વાંગચુકે ભૂખ હડતાળ કરી હતી. સોનમ વાંગચુકના સમર્થનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વચ્ચે પ્રદર્શનકારીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. CRPFની ગાડી પણ ફૂંકી મારી હતી, આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ભાજપની ઓફિસની બહાર પ્રદર્શન કર્યું હતું અને તેને સળગાવી દીધી હતી.
50 થી વધુ લોકોની અટકાયત
પ્રદર્શનોકારો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચેની અથડામણમાં ચાર લોકોનો મોત થયા હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે રમખાણોમાં કથિત સંડોવણી માટે 50 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ
સોનમ વાંગચુકની આગેવાનીમાં લદ્દાખની એપેક્સ બોડી લદ્દાખ માટે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહી છે. મહત્ત્વપૂર્ણ છે કે પાંચ ઓગસ્ટ 2019માં આર્ટિકલ 370 ને હટાવવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીર એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા જ્યારે લેહ અને કારગિલને મળીને લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. હવે આ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે.
સોનમ વાંગચુકની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ મુકી ચાર માંગ
લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે.
લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચીમાં સામેલ કરવામાં આવે.
લદ્દાખમાં બે લોકસભા બેઠકોની માંગ કરવામાં આવી છે
લદ્દાખની જનજાતિઓને આદિવાસીનો દરજ્જો








